શાળામાં ભગવત ગીતા ભણાવવાનો થયો વિરોધ, જમિયત ઉલેમાએ HC માં અરજી કરી

Bhagavad Gita in Gujarat Schools: ગુજરાતની શાળાઓમાં ભગવત ગીતા ભણાવવાનો જમિયતે ઉલેમા હિન્દે વિરોધ કર્યો છે, તેમણે આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે

શાળામાં ભગવત ગીતા ભણાવવાનો થયો વિરોધ, જમિયત ઉલેમાએ HC માં અરજી કરી

Bhagavad Gita in Gujarat Schools :ગુજરાતની શાળાઓમાં ભગવત ગીતા (Bhagavad Gita) ભણાવવા પર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સરકારના આ નિર્ણય પર હાલ સ્ટે ઓર્ડર આપવાનો ઈન્કાર કર્યો છે. સાથે જ ગુજરાત સરકારને નોટિસ આપીને આ સંબંધે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે આ મામલે જવાબ રજૂ કરવા માટે ગુજરાત સરકારને 18 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. હાઈકોર્ટમાં આ અરજી જમિયત ઉલેમા એ હિન્દે (Jamiat Ulama E Hind) દાખલ કરી છે.  

જમિયતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
જમિયતે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેમણે કહ્યુ કે, સરકારે સ્કૂલોમાં ભગવત ગીતા ભણાવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને વિવિધ શ્લોક અને મંત્ર ભણવા માટે મજબૂર કરવામા આવી રહ્યાં છે. તે સીધે સીધું સમાનતા અને ધર્મની સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન છે. જમિયત ઉલેમા એ હિન્દે હાઈકોર્ટને સરકારના આ નિર્ણય પર રોક લગાવવા મદદ માંગી છે. 

હાઈકોર્ટનો સ્ટે આપવાનો ઈન્કાર
ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચે આ મુદ્દે સુનવણી કરતા અરજી કરનાર સંગઠનને તાત્કાલિક રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યુ કે, તેઓ પહેલા આ મામલામાં સરકારનો પક્ષ સાંભળશે. તેના બાદ જ આદેશ જાહેર કરવો કે નહિ તે નિર્ણય લેશે. તેના બાદ હાઈકોર્ટે ગુજરાત સરકારને 18 ઓગસ્ટ સુધી પોતાનો જવાબ દાખલ કરવાનો ઓર્ડર આપ્યો છે. 

સ્કૂલોમા ગીતા ભણાવવાનો સરકારનો ઓર્ડર
ઉલ્લેખનીય છે કે, શાળાના વિદ્યાર્થીઓને માનવીય મૂલ્યોનો વિકાસ કરવા અને પોતાની સંસ્કૃતિ સાથે જોડવા માટે ગુજરાત સરકારે તાજેતરમાં ભગવત ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત કરી હતી. આ પાઠ સ્કૂલમાં પ્રાર્થનાના સમયે કરાવવામાં આવે છે. સાથે જ શિક્ષકો દ્વારા આ શ્લોકના સાર પણ સમજાવવામાં આવે છે. જમિયત-ઉલેમાએ સ્કૂલોમાં ભગવત ગીતાના પાઠ ભણાવવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. સંગઠન સાથે જોડાયેલા મૌલાનાઓનું કહેવુ છે કે, ભગવત ગીતાના માધ્યમથી મુસ્લિમ અને અન્ય ધર્મના વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેથી તેને બંધ કરાવવુ જોઈએ.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news