LIC IPO Good News : પોલિસીધારકો, નાના રોકાણકારો અને LIC કર્મચારીઓને મળશે આ ખાસ લાભ

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આઈપીઓમાં 30 ટકા સુધીનો હિસ્સો રિટેલ અથવા નાના રોકાણકારોને આપી શકે છે.

LIC IPO Good News : પોલિસીધારકો, નાના રોકાણકારો અને LIC કર્મચારીઓને મળશે આ ખાસ લાભ

નવી દિલ્લીઃ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન તેનો આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે. તે 31 માર્ચ સુધીમાં આવવાની ધારણા છે. જો કે, સરકારે હજુ સુધી આ અંગે ખુલીને વાત કરી નથી અને કોઈ ચોક્કસ તારીખ પણ આપી નથી. આ કેસમાં મોટાભાગની બાબતો સૂત્રોમાંથી બહાર આવી રહી છે. તેમાં એવી માહિતી બહાર આવી રહી છે કે રિટેલ રોકાણકારો અથવા નાના રોકાણકારોને એલઆઈસી આઈપીઓમાં વધુ હિસ્સો મળી શકે છે.

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આઈપીઓમાં 30 ટકા સુધીનો હિસ્સો રિટેલ અથવા નાના રોકાણકારોને આપી શકે છે. આમાં પણ એલાઈસીના પોલિસીધારકો માટે 10% અનામત રાખવામાં આવી શકે છે. 30 ટકા રિટેલ રોકાણકારો માટે હશે જેમાં LIC કર્મચારીઓ અને પોલિસીધારકોનો સમાવેશ થાય છે. તાજેતરના બજેટમાં નાણા મંત્રાલયે કહ્યું કે એલઆઈસીનો આઈપીઓ બહુ જલ્દી લાવવામાં આવશે.

લાખો લોકો LIC ના IPOની રાહ જોઈ રહ્યા છે. અપેક્ષા મુજબ, IPO 31 માર્ચ સુધીમાં જારી આવી શકે છે. સરકાર દ્વારા સેબીને આપવામાં આવેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ડિસઇન્વેસ્ટમેન્ટની ટકાવારી નક્કી કરશે. પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે 10 ટકાથી ઓછા હિસ્સાને ડિસઇન્વેસ્ટમેન્ટ માટે લીલીઝંડી આપવામાં આવશે. વધુમાં સૂત્રોએ જણાવ્યું છે કે 5 ટકા કે તેથી વધુ હિસ્સાનું વિનિવેશ કરવામાં આવશે.

30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં, એલઆઈસીની નેટવર્થ અંદાજિત રૂ 8,000 કરોડ છે. એલઆઈસી એક્ટ મુજબ એલઆઈસીમાં કેન્દ્રનો હિસ્સો 51% થી ઓછો ન હોઈ શકે. કાયદો એ પણ જણાવે છે કે કોઈપણ રોકાણકાર એકલા અથવા જૂથ અથવા કોઈપણ એન્ટિટી એલઆઈસીમાં 5 ટકાથી વધુ હિસ્સો લઈ શકે નહીં. કેન્દ્ર સરકાર આ મામલામાં અપવાદ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે રોકાણકારો LICના લિસ્ટિંગમાં 5 ટકાથી વધુ હિસ્સો ખરીદી શકતા નથી. એલઆઈસી હાલમાં 61 ટકા બજાર હિસ્સા સાથે દેશની સૌથી મોટી વીમા કંપની છે. તે દેશની સૌથી મોટી સંપત્તિ છે.

એલઆઈસીએ IPO મેળવવા માટે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. પ્રથમ તમારું PAN LIC સાથે અપડેટ કરવું આવશ્યક છે. બીજું LICના IPOમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. આ સંદર્ભમાં LICએ જણાવ્યું છે કે જો પોલિસીધારકો IPOમાં ભાગ લેવા માંગતા હોય તો તેમણે કોર્પોરેશનના રેકોર્ડમાં તેમની PAN વિગતો અપડેટ કરવી પડશે. બીજું મહત્વનું કાર્ય ડીમેટ ખાતું ખોલવાનું છે.

દેશમાં કોઈપણ IPO માં સબ્સ્ક્રાઇબ કરવા માટે તમારી પાસે ડીમેટ ખાતું હોવું આવશ્યક છે. જો LIC પોલિસીધારકો IPO લેવા માંગે છે તો તે જ નિયમ તેમને લાગુ પડે છે. પહેલા તેઓએ તેમનું ડીમેટ ખાતું ખોલાવવું પડશે. જો તમારી પાસે માન્ય ડીમેટ ખાતું હોય તો જ LIC IPO લઈ શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news