IPL 2022 Mega Auction: કઈ ટીમના પર્સમાં હજુ કેટલા રૂપિયા, આજે આ ખેલાડીઓ પર રહેશે નજર, લાગશે મોટો દાવ
IPL Mega Auction 2022: હવે બીજા દિવસે ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, જોફ્રા આર્ચર અને માર્ટિન ગુપ્ટિલ જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ પર તમામ ટીમની નજર રહેશે. તમામ 10 ટીમ આ ખેલાડીઓ પર મોટો દાવ લગાવી શકે છે.
Trending Photos
IPL Mega Auction 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝન માટે મેગા ઓક્શનમાં બીજા દિવસની હરાજી આજે (13 ફેબ્રુઆરી) બેંગલુરુમાં યોજાવાની છે. શનિવારે પ્રથમ દિવસે યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં ઘણા ચોંકાવનારા નામ સામે આવ્યા હતા. આવેશ ખાન અને દીપક ચહર આ બન્ને નામોએ સૌથી વધુ ચોંકાવ્યા હતા. આવેશ ખાનને લખનઉની ટીમે 10 કરોડમાં અને દીપક ચહરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડમાં ખરીદ્યો હતો.
હવે બીજા દિવસે ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, જોફ્રા આર્ચર અને માર્ટિન ગુપ્ટિલ જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ પર તમામ ટીમની નજર રહેશે. તમામ 10 ટીમ આ ખેલાડીઓ પર મોટો દાવ લગાવી શકે છે. બીજા દિવસે આર્ચર, એરોન ફિન્ચ, ડેવિડ મલાન અને ઓડિન સ્મિથ જેવા ખેલાડીઓ ચર્ચામાં રહેશે.
બીજા દિવસે આ ખેલાડીઓ પર રહેશે નજર
ભારતીય: ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે, એસ શ્રીસંત, પીયૂષ ચાવલા, જયંત યાદવ, જયદેવ ઉનડકટ, ચેતેશ્વર પૂજારા, શિવમ દુબે, વિજય શંકર, હનુમા વિહારી, મુરલી વિજય, યશ ધૂલ અને અર્જુન તેંડુલકર.
વિદેશી: જોફ્રા આર્ચર, ડેવિડ મલાન, સાકિબ મહમૂદ, એરોન ફિન્ચ, ઓન મોર્ગન, જીમી નીશમ, ટિમ સાઉથી, કોલિમ મુનરો, માર્નસ લાબુશેન, લિયામ લિવિંગસ્ટોન, ઓડિન સ્મિથ, ડેવોન કોનવે, માર્ટિન ગુપ્ટિલ, ફેબિયન એલન, લુંગી એનગિડી.
પ્રથમ દિવસે 23 ખેલાડીઓને ન મળ્યું કોઈ ખરીદદાર
પ્રથમ દિવસે કુલ 97 ખેલાડીઓ પર સટ્ટો રમાયો હતો. જેમાં તમામ 10 ટીમોએ મળીને 20 વિદેશી ખેલાડીઓ સહિત 74 ખેલાડીઓને ખરીદ્યા હતા. 23 ખેલાડીઓ એવા હતા જેમને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. પ્રથમ દિવસે તમામ ટીમોએ કુલ 388 કરોડ અને 10 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા બાકી
પંજાબ કિંગ્સના પર્સમાં 28 કરોડ, 65 લાખ રૂપિયા બાકી
મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં 27 કરોડ 85 લાખ રૂપિયા બાકી
ચેન્નાઈ સુપર કિંગ્સના પર્સમાં 20 કરોડ, 45 લાખ રૂપિયા બાકી
હૈદરાબાદ ટીમના પર્સમાં 20 કરોડ, 15 લાખ રૂપિયા બાકી
ગુજરાત ટાઇટન્સના પર્સમાં 18 કરોડ, 85 લાખ બાકી
દિલ્હી કેપિટલ્સના પર્સમાં 16 કરોડ, 50 લાખ બાકી
કોલકાતા ટીમના પર્સમાં 12 કરોડ, 65 લાખ રૂપિયા બાકી
રાજસ્થાન રોયલ્સના પર્સમાં 12 કરોડ, 15 લાખ રૂપિયા બાકી
બેંગલુરુ ટીમના પર્સમાં 9 કરોડ, 25 લાખ રૂપિયા બાકી
લખનઉ ટીમના પર્સમાં 6 કરોડ, 90 લાખ બાકી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે