ભરાઈ જશો! LIC પોલિસી છે તો 31 માર્ચ છે મહત્વપૂર્ણ તારીખ : સરકારે જાહેરનામું બહાર પાડ્યું!

LIC Policy Latest News: જો તમે પણ LIC પોલિસી લીધી હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. LIC દ્વારા દેશના કરોડો ગ્રાહકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભરાઈ જશો! LIC પોલિસી છે તો 31 માર્ચ છે મહત્વપૂર્ણ તારીખ : સરકારે જાહેરનામું બહાર પાડ્યું!

LIC Policy Link With Pan: જો તમે પણ એલઆઈસી પોલિસી લીધી છે, તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. LIC દ્વારા દેશના કરોડો ગ્રાહકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે પણ પોલિસીધારક છો તો 31 માર્ચ 2023 તમારા માટે મહત્વપૂર્ણ તારીખ છે. LICએ કહ્યું છે કે તમે તમારા પાન કાર્ડને સમયસર પોલિસી સાથે લિંક કરો, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.

31 માર્ચ સુધીમાં કરી શકાશે લિંક-
જો તમે તમારા પાન કાર્ડને 31 માર્ચ સુધી LIC પોલિસી સાથે લિંક નથી કરાવ્યું તો તમને ભારે દંડ થઈ શકે છે. એલઆઈસી દ્વારા આ અંગેની સૂચના પણ જારી કરવામાં આવી છે. ચાલો તમને જણાવીએ કે તમે તમારા પાન કાર્ડને પોલિસી સાથે કેવી રીતે લિંક કરી શકો છો-

LIC પોલિસીને પાન કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવી-
- સૌથી પહેલાં તમારે LIC ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
>> આ પછી તમે Get Policy Pan Status જાઓ (linkpan.licindia.in/UIDSedingWebApp/getPolicyPANStatus) પર ક્લિક કરવાનું રહેશે.
-  અહીં તમે LIC પોલિસી સાથે PAN લિંક કરી શકો છો.
-  આ સિવાય તમે તેનું સ્ટેટસ પણ જોઈ શકો છો.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે અને અહીં તમારે તમારો પોલિસી નંબર એન્ટર કરવાનો રહેશે.
-  આ પછી તમારે તમારી અંગત વિગતો ભરવાની રહેશે.
-  હવે પાન કાર્ડની વિગતો ભરો અને તે પછી કેપ્ચા ભરો.
- હવે LIC PAN કાર્ડ સાથે લિંક કરવાની વિગતો તમારી સ્ક્રીન પર દેખાશે.

લિંક સ્ટેટસ કેવી રીતે જોવું-
જો તમે PAN લિંક કર્યા પછી તેનું સ્ટેટસ જાણવા માગો છો, PAN લિંક થયું છે કે નહીં, તો તમે https://www.licindia.in/ પર જઈને અહીં રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારું સ્ટેટસ જાણી શકો છો.

જો PAN લિંક નહીં થાય તો શું થશે-
જો તમારું PAN કાર્ડ LIC પોલિસી સાથે લિંક નથી, તો તમે કોઈપણ યોજનાનો લાભ મેળવી શકશો નહીં. આ સાથે પોલિસી સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. તેથી તમારે છેલ્લી તારીખ પહેલા તમારી પોલિસીને PAN સાથે લિંક કરવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news