Paytm આપી રહ્યું છે ખાસ ઓફર, ફ્રીમાં મળશે LPG સિલિન્ડર! જલ્દી કરાવો બુકિંગ
ફ્રીમાં એચપી (HP), ઇન્ડેન (Indane) અને ભારત ગેસ (Bharat Gas) કંપનીના એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ખરીદવા માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. એવામાં જો તમે અત્યાર સુધી Paytm ની નવી સ્કીમનો ફાયદો ઉઠાવ્યો નથી
Trending Photos
નવી દિલ્હી: ફ્રીમાં એચપી (HP), ઇન્ડેન (Indane) અને ભારત ગેસ (Bharat Gas) કંપનીના એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ખરીદવા માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. એવામાં જો તમે અત્યાર સુધી Paytm ની નવી સ્કીમનો ફાયદો ઉઠાવ્યો નથી તો હવે વધારે રાહના જુઓ.
Paytm આપી રહ્યું છે કેશબેક ઓફર
પેટીએમની નવી સ્કીમ અંતર્ગત LPG સિલિન્ડરના બુકિંગ પર 700 રૂપિયા સુધી કેશેબેક ઓફર મળી રહી છે. તને ઓર્થ એ થયો કે, તમને LPG સિલિન્ડર એકદમ ફ્રીમાં મળશે, કેમ કે, રીફિલ સિલિન્ડરની કિંમત સબ્સિડી બાદ 700-750 રૂપિયાની આસપાસ છે.
ઓફર કેવી રીતે એક્ટિવ કરો
જ્યારે તમે LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ/ પેમેન્ટ કરશો તો તમને એપ પર જ એક સ્ક્રેચ કાર્ડ મળશે. તનો ઉપયોગ HP, Indane અથવા Bharat Gas પાસે ગેસ બુકિંગમાં ક્લેમ કરી શકો છો. આ કેશબેક તમને પેટીએમ વોલેટમાં 24 કલાકની અંદર આવી જાય છે.
ગેસ બુકિંગ ઓફરની માન્યતા
આ ઓફરનો ફાયદો ત્યારે જ છે જ્યારે તમે 500 રૂપિયાથી વધારાની રકમનું બુકિંગ કરાવો છો. આ ઓફર 31 જાન્યુઆરી સુધી ઉપલબ્ધ છે. આ ઓફરનો ફાયદો તેની માન્યતા દરમિયાન ફક્ત એક જ વાર મેળવી શકાય છે.
કેવી રીતે મળશે ઓફરનો ફાયદો
એવા કસ્ટમર જેઓ Paytm App દ્વારા પ્રથમ વખત LPG સિલિન્ડર બુકિંગ કરાવી રહ્યા છે તેમને આ સ્કીમનો ફાયદો મળશે. આ ઓફરનો ફાયદો તેમને પણ મળશે જે સિલિન્ડરનું બુકિંગ IVRS અથવા બીજી રીતે કરે છે પરંતુ પહેલું પેમેન્ટ Paytm App થી કરે છે.
સ્ક્રેચ કાર્ડની એક્સપાયરી
સ્ક્રેચ કાર્ડ મળ્યાના 7 દિવસ બાદ એક્સપાયર થઈ જાય છે. તેથી રિવોર્ડ જીતવા માટે તમારે તેનો ઉપયોગ તે દરમિયાન કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે