Budget 2021 પહેલાં LPG સિલિન્ડરને લઇને ખુશખબરી, હવે આ ભાવે મળશે ગેસ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. પરંતુ બજેટ રજૂ થતાં પહેલાં ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડર ગ્રાહકોને રાહત મળી છે.
Trending Photos
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. પરંતુ બજેટ રજૂ થતાં પહેલાં ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડર ગ્રાહકોને રાહત મળી છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ ફેબ્રુઆરીમાં ગેસની કિંમતોમાં કોઇ વધારો કર્યો નથી. જોકે ગેસ કંપનીઓ મહિનાના પહેલાં દિવસે ગેસની નવી કિંમતો નક્કી કરી છે. પરંતુ આ મહિને કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તમને જણાવી દઇએ કે નવા વર્ષે એટલે કે 2021ના જાન્યુઆરીમાં પણ ઓઇલ કંપનીઓએ ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડર ગ્રાહકોને રાહત આપતાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. જોકે કોમર્શિયલ ગ્રાહકો 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો વધારો કરી દીધો હતો.
ડિસેમ્બરમાં આપ્યો હતો ઝટકો
જાન્યુઆરીમાં ઓઇલ કંપનીઓએ મોટી રાહત જરૂર આપી હતી, પરંતુ પહેલાં ડિસેમ્બરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીએ ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં બે વાર 100 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. કંપનીએ પહેલાં 2 ડિસેમ્બરના રોજ 50 રૂપિયા વધાર્યા અને ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ 50 રૂપિયા વધાર્યા.
આ છે ઘરેલૂ ગેસની હાલની કિંમત
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટના અનુસાર 1 ફેબ્રુઆરી 2021 થી દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબસિડી વિનાના એલપીજી રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા, મુંબઇમાં 694 રૂપિયા, ચેન્નઇમાં 710 રૂપિયા છે. 15 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબસિડી વિનાના રસોઇ ગેસની કિંમત 694 રૂપિયા, મુંબઇમાં 694 રૂપિયા, ચેન્નઇમાં 710 રૂપિયા અને કલકત્તામાં 720.50 રૂપિયા હતી.
આ છે કોમર્શિયલ ગેસની હાલની કિંમત
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટના અનુસાર 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1 ફેબ્રુઆરી 2021 થી દિલ્હીમાં 1349 રૂપિયા, કલકત્તામાં 1410 રૂપિયા, મુંબઇમાં 1297 રૂપિયા અને ચેન્નઇમાં 1463.50 રૂપિયા હશે. તો બીજી તરફ 15 ડિસેમ્બરના રોજ 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1332 રૂપિયા, કલકત્તામાં 1378.50 રૂપિયા, મુંબઇમાં 1280.50 રૂપિયા અને ચેન્નઇમાં 1446.50 રૂપિયા હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે