LPG Subsidy: રસોઈ ગેસની સબ્સિડીને લઈને સરકારે બનાવ્યો નવો પ્લાન? જાણો હવે કઈ રીતે મળશે પૈસા

LPG cylinder latest news: હાલના મહિનામાં દેશના 15 પ્રાંતોના પસંદગીના જિલ્લામાં એલપીજી સિલિન્ડર પર સબ્સિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે. પરંતુ હવે આ સંખ્યા ઘટીને 8 રાજ્યોની રહી ગઈ છે જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. 

LPG Subsidy: રસોઈ ગેસની સબ્સિડીને લઈને સરકારે બનાવ્યો નવો પ્લાન? જાણો હવે કઈ રીતે મળશે પૈસા

નવી દિલ્હીઃ LPG Subsidy: વધતી મોંઘવારી વચ્ચે રસોઈ ગેસ સિલિન્ડરની સબ્સિડીને લઈને સામાન્ય લોકોમાં મોટી આશા છે. તેવામાં લોકોને મોટા સમાચાર મળી શકે છે. આ ચર્ચા સતત થઈ રહી છે કે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયા સુધી પહોંચી શકે છે. એલપીજી સિલિન્ડરની વધતી મોંઘવારીને લઈને સરકારનો પક્ષ હજુ સામે આવ્યો નથી. 

આ મહિને પણ કોમર્શિયલ ગેસની કિંમતો વધી છે. પરંતુ સરકારના એક આંતરિક મૂલ્યાંકન (Internal Assessment) માં ઇશારો મળી રહ્યો છે કે ગ્રાહકો એક સિલિન્ડર માટે એક હજાર રૂપિયા આપવા માટે તૈયાર છે. સૂત્રો પ્રમાણે એલપીજી સિલિન્ડર પર સરકાર બે પ્રકારે નિર્ણય લઈ શકે છે. પ્રથમ સરકાર સબ્સિડી વગર સિલિન્ડર સપ્લાય કરે. બીજો કેટલાક પસંદગીના ગ્રાહકોને પણ સબ્સિડીનો લાભ આપવામાં આવે. 

સબ્સિડી પર શું છે સરકારનો પ્લાન?
સબ્સિડી આપવા વિશે સરકાર તરફથી હજુ કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ અત્યાર સુધી પ્રાપ્ત જાણકારી અનુસાર 10 લાખ રૂપિયાની આવકના નિયમને લાગૂ રાખવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબ્સિડીનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે બાકી લોકો માટે સબ્સિડી ખતમ થઈ શકે છે. 

અત્યારે કોને મળે છે સબ્સિડી?
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાથી કેટલીક જગ્યાએ એલપીજી પર સબ્સિડી બંધ છે અને આ નિયમ મે 2020થી ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કોરોના મહામારી દરમિયાન કાચા તેલ અને ગેસની કિંમતો સતત ઘટી છે. ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. પરંતુ આ સમય સુધી સરકારે એલપીજી સિલિન્ડર (LPG cylinder) પર સંપૂર્ણ રીતે સબ્સિડી બંધ થઈ નથી. 

સબ્સિડી પર સરકાર કરે છે આટલો ખર્ચ
સબ્સિડી પર સરકારનો ખર્ચ નાણાકીય વર્ષ 2021 દરમિયાન 3559 કરોડ રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષ 2022માં આ ખર્ચ 26468 રૂપિયાનો હતો. હકીકતમાં આ ડીબીટી સ્કીમ હેઠળ છે, જેની શરૂઆત 2015માં કરવામાં આવી હતી, જે હેઠળ ગ્રાહકોએ સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરના સંપૂર્ણ પૈસા ચુકવવાના હતા. તો સરકાર તરફથી સબ્સિડીના પૈસા ગ્રાહકોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા. કારણ કે આ રિફંડ ડાયરેક્ટ હોય છે, તેથી સ્કીમનું નામ DBTL રાખવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news