Facebookના CEO માર્ક ઝૂકરબર્ગને હેકરે આપી ધમકી, કહ્યું આજે ડિલીટ થઇ જશે તમારું એકાઉન્ટ!
આ હેકિંગનું લાઇવસ્ટ્રીમ થશે, એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 26 હજાર ફોલોવર્સ તેને રીયલ ટાઇમમાં જોઇ શકશે.
Trending Photos
નવી દિલ્હી: ફેસબુકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગને ઓપન ચેલેન્જ મળી છે કે 30 સપ્ટેમ્બરે તેનું ફેસબુક એકાઉન્ટ હેક કર્યા બાદ ડિલીટ કરી દેવામાં આવશે. ઝૂકરબર્ગે ધમકી આપનારનું નામ ચેંગ ચી યુઆન જણાવ્યું છે. હેકરનું કહ્યું હતું કે બગ બાઉંટી હંટર દ્વારા કરવામાં આવતા આ હેકિંગનું લાઇવસ્ટ્રીમ થશે, એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 26 હજાર ફોલોવર્સ તેને રીયલ ટાઇમમાં જોઇ શકશે. બગ બાઉંટી પ્રોગ્રામ ટેકનિકલ કંપનીઓમાં સામાન્ય છે. ફેસબુકની પાસે પણ આવો એક પ્રોગ્રામ છે. તેનો ઉપ્યોગ કંપનીઓ સિસ્ટમમાં ખામી પકડવા માટે કરે છે.
વાંચવા માટે ક્લિક કરો: એક WhatsApp મેસેજની તાકાત તો જુઓ, કંપનીની વેલ્યૂ 71% ડાઉન કરી નાંખી
પ્રથમ વખત લાઇવ હેકિંગ
ઇન્ડિયા ટુડેના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દુનિયામાં આ પ્રથમ વખત હશે કે જે લોકો લાઇવ હેકિંગ જોઇ શકશે. જોકે જાણકારોનું કહેવું છે કે આ સંભવ નથી. આ સમય જ દેખાડશે કે હેકર ઝૂકરબર્ગનું એકાઉન્ટ હેક કરી શકે છે કે નહીં.
વાંચવા માટે ક્લિક કરો: ભારતમાં આ રાશિના લોકો પાસે છે સૌથી વધારે રૂપિયા, તમારી રાશિ શું છે?
કોન છે ચેંગ ચી યુઆન
બ્લૂમબર્ગના રિપોર્ટમાં ચેંગ ચી યુઆનની પ્રોફાઇલ દેખાળવામાં આવી હતી. ચેંગ ચી યુઆન તાઇવાનનો રહેવાસી છે અને તેણે એપ્પલ અને ટેસ્લાના એકાઉન્ટ લોક કરી દીધા હતા. લોકલ બસ ઓપરેટિંગ સિસ્ટમને હેક કરવાના કારણે તેના પર કેસ પણ ચાલી રહ્યો છે. તે કોઇ વ્યવસાયિક હેકર નથી. માત્ર તે લોકોને હેરના કરવા માટે હેકિંગ કરે છે. ઝૂકરબર્ગને આ પહેલા પણ હેકિંગની ધમકી મળી હતી.
વાંચવા માટે ક્લિક કરો: IL&FSની અસર 1500 નોન બેંકિંગ કંપનીઓના લાઇસન્સ પર લટકતી તલવાર
ફેસબુક હેકિંગનો શિકાર
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનું કહેવું છે કે થોડા સમય પહેલાજ તેમની સાઇટ હેક થઇ હતી. લગભગ 5 કરોડ યૂઝરના એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા. ફેસબુકે આ મામલે પોતાના સ્તર પર તપાસ કરી હતી. આ મામલે તેણે ઝડપી સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. સાથે જ લો એજેન્સિઓને પણ આ મામલે માહિતગાર કર્યા હતા. ફેસબુકના જણાવ્યા અનુસાર વ્યૂ એજ ફિચર દ્વારા સાઇટને હેક કરવામાં આી હતી. તેના દ્વારા ફેસબુકના એક્સેસ ટોકન ચોરી કર્યા અને યૂઝર એકાઉન્ટ પર થોડો સમય માટે કંટ્રોલ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે