પાકિસ્તાને UNમાં વળી પાછો કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારત પર લગાવ્યાં આરોપ

પાકિસ્તાને શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે 'વણઉકેલાયેલો વિવાદ' ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થાયી શાંતિ હાસલ કરવા પર અસર કરી રહ્યો છે અને તે 'માનવતાના અંત:કરણ પર ધબ્બો' બનેલો છે.

પાકિસ્તાને UNમાં વળી પાછો કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારત પર લગાવ્યાં આરોપ

સંયુક્ત રાષ્ટ્ર: પાકિસ્તાને શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે 'વણઉકેલાયેલો વિવાદ' ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થાયી શાંતિ હાસલ કરવા પર અસર કરી રહ્યો છે અને તે 'માનવતાના અંત:કરણ પર ધબ્બો' બનેલો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 73માં સત્રમાં સામાન્ય ચર્ચાને સંબોધિત કરતા કહ્યું કે ઈસ્લામાબાદ 'સંપ્રભુ સમાનતા અને આપસી સન્માન'ના આધારે નવી દિલ્હી સાથે સંબંધ ઈચ્છે છે. 

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે અમે ગંભીર અને વ્યાપક વાર્તા દ્વારા વિવાદોના સમાધાન ઈચ્છીએ છીએ. જેમાં ચિંતાના તમામ મુદ્દાઓ સામેલ હોય. મહાસભા બેઠક ઉપરાંત વિદેશ મંત્રીસ્તરની વાર્તા રદ કરવા પર કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માંગતુ હતું પરંતુ ભારતે 'શાંતિ પર રાજાકરણ'ને મહત્વ આપતા વાર્તા રદ કરી નાખી.

તેમણે કહ્યું કે તેમણે થોડા સમય પહેલા બહાર પડેલી પોસ્ટલ ટિકિટોને બહાનુ બનાવ્યું. કુરેશીએ કહ્યું કે દક્ષિણ એશિયામાં લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દાઓના સમાધાન માટે વાતચીત એકમાત્ર રસ્તો છે અને તેણે ક્ષેત્રને પોતાની અસલ ક્ષમતાને સાકાર કરતા રોકી રાખ્યું છે. આ બાજુ યુએનમાં પોતાના સંબોધનમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પહેલા વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો અને પછી બોર્ડર પર અમારા જવાનોની હત્યા કરી.

સુષમા સ્વરાજે કહ્યું કે જ્યાં સુધી ભારતનો સવાલ છે તો આતંકવાદ ક્યાંય દૂરના દેશમાં નહીં પરંતુ સરહદપારથી આવેલો છે અને તે દેશ આતંકવાદ ફેલાવવામાં ઉસ્તાદ જ નહીં પરંતુ પોતે કરેલા કામોને નકારવામાં પણ તેને મહારથ હાંસલ કર્યો છે. જેનો સૌથી મોટો પુરાવો છે પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન મળી આવવો. 

વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં 9/11ની ઘટના સૌથી મોટી આતંકવાદી ઘટના તરીકે ગણાય છે. અમેરિકા સમગ્ર દુનિયામાં 9/11ના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને શોધી રહ્યો હતો. પરંતુ તેને ખબર નહતી કે પોતાની જાતને અમેરિકાનો સૌથી મોટો મિત્ર ગણાવતા પાકિસ્તાને જ ઓસામાને પોતાના ત્યાં છૂપાવીને રાખ્યો હતો.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news