Market Closing Update: શેરબજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન સાથે બંધ, આ શેરે મચાવી ધમાલ

Market Closing Update: શેરબજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન સાથે બંધ, આ શેરે મચાવી ધમાલ

ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે પણ શેરબજાર ગુલઝાર જોવા મળ્યું. બજાર લીલા નિશાન સાથે ખુલ્યું અને આખો દિવસ લીલા નિશાનમાં કારોબાર થતો રહ્યો. ટ્રેડિંગ બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે બંધ થયા. 

આજે વેપાર બંધ થયો ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 303.38 અંક એટલે કે 0.56 ટકાની લીડ સાથે 54,481.84 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 85.55 અંક એટલે કે 0.53 ટકાની લીડ સાથે 16,218.45 અંક પર બંધ થયો. 

ટોપ ગેઈનર્સ
નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં લાર્સન, પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાટા મોટર્સ, NTPC, કોઈલ ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, વગેરે જોવા મળ્યા. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંકમાં લાર્સન, પાવરગ્રીડ કોર્પોરેશન, NTPC, ICICI બેંક, એક્સિસ બેંક, ડો.રેડ્ડીઝ લેબ, ભારતી એરટેલ, નેસલે, ઈન્ફોસેસ વગરે શેર તેજીમાં જોવા મળ્યા. 

ટોપ લૂઝર્સ
NSE માં ટોપ લૂઝર્સમાં એચડીએફસી લાઈફ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, મારુતિ સુઝૂકી, જેએસડબલ્યુ સ્ટીલના શેર જોવા મળ્યા જ્યારે BSE માં ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, મારુતિ સુઝૂકી, ટીસીએસ, વીપ્રોના શેર મુખ્યત્વે જોવા મળ્યા. 

એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે વધારો જોવા મળ્યો. આજે એલઆઈસીના શેરમાં 9.95 એટલે કે 1.43 ટકાની તેજી જોવા મળી અને તે 708.00 રૂપિયા પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news