જાપાનના પૂર્વ PM શિંજો આબે પર JMSDFના પૂર્વ સભ્યનો જીવલેણ હુમલો, જાણો શું છે JMSDFનું કામ

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબે પર જીવલેણ હુમલો થતા તેઓ ઈજાગ્રસ્ત થયા. શિંઝો આબે પર હુમલો કરનારા શખ્સની ધરપકડ થઈ છે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબે પર જીવેલણ હુમલો થયો...

જાપાનના પૂર્વ PM શિંજો આબે પર JMSDFના પૂર્વ સભ્યનો જીવલેણ હુમલો, જાણો શું છે JMSDFનું કામ

નવી દિલ્લીઃ જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબે પર જીવલેણ હુમલો થતા તેઓ ઈજાગ્રસ્ત થયા. શિંઝો આબે પર હુમલો કરનારા શખ્સની ધરપકડ થઈ છે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબે પર જીવેલણ હુમલો થયો... નારા શહેરમાં જાહેર રસ્તા પર જ્યારે શિંઝો આબે સંબોધન આપી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ... ફાયરિંગ કરનારા એક હુમલાખોરને પોલીસે ઝડપી લીધો. પરંતુ હુમલામાં શિંઝો આબે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા... જેના કારણે તેમને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...જોકે, હોસ્પિટલમાં લાંબો સમય સારવાર ચાલ્યા બાદ તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવ્યાં.

કોણ છે હુમલાખોર?
શિંઝો આબે પર હુમલો કરનાર શખ્સનું નામ યામાગામી તેત્સુઆ છે. જે જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સનો પૂર્વ સભ્ય છે. આ ઉપરાંત હુમલાખોરે સ્થાનિક યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામ કર્યુ છે. હુમલાખોર તેત્સુઆની ઉમર 41 વર્ષ છે. 

શું છે JMSDF?
JMSDFનું પુરુ નામ જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ છે. જેને જાપાની નૌસેના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જાપાનના નેવેલ ડિફેન્સની સાથે કાર્યરત જાપાન સેલ્ફ ડિફેન્સ ફોર્સની સમુદ્રી વારફેયર બ્રાંચ છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ ઈમ્પિરિયલ જાપાની નૌસેનાને હટાવીને જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સનું ગઠન કરાયું હતું. હાલમાં JMSDF પાસે 154 પાણીના જહાજ, 346 પ્લેન અને 50 હજાર 800 જેટલા કર્મચારી છે. 

JMSDFના ત્રણ પ્રમુખ લક્ષ્ય:
જાપાન અને આસપાસના વિસ્તારોની સુરક્ષા કરવી
દરિયાઈ ટ્રાફિક સલામતીને સુનિશ્ચિત કરવું
ઈચ્છનીય સુરક્ષા વાતાવરણને જાળવી રાખવું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news