Medical Insurance: હેલ્થ ઇંશ્યોરેન્સ લેતાં પહેલાં સાવધાન! જાણો કેટલા દિવસમાં ક્લેમના પૈસા આપે છે વીમા કંપની

એક તાજા રિપોર્ટના અનુસાર સ્વાસ્થ્ય વીમા પોલિસીઓ હેઠળ દર્દીઓની સારવાર પર ખર્ચ કરવામાં આવેલી રકમને પરત લેવામાં ભારતમાં સરેરાશ 20 થી 46 દિવસનો સમય લાગે છે. વીમા ટેકનોલોજી પ્લેટફોર્મ મંચ સિક્યોરનાઉના એક રિચર્સ અનુસાર જાણકારી આપવામાં આવી છે.

Medical Insurance: હેલ્થ ઇંશ્યોરેન્સ લેતાં પહેલાં સાવધાન! જાણો કેટલા દિવસમાં ક્લેમના પૈસા આપે છે વીમા કંપની

નવી દિલ્હી: કોરોનાની આફત બાદ લોકોમાં હેલ્થ ઇંશ્યોરેન્સને લઇને ટ્રેંડ વધી ગયો છે. લોકો પોતાના પરિવાર માટે પોલીસી ખરીદવામાં રૂચિ દાખવવા લાગ્યા છે. તો બીજી તરફ કંપનીઓ પણ પહેલાંથી સારા અને ગ્રાહક કેંદ્રીત પોલિસીઓ ઓફર કરી રહી છે. પરંતુ આ વચ્ચે સવાલો ઉદભવી રહ્યા છે કે આ કંપનીઓ જરૂરિયાતના સમયે કામ આવે છે કે નહી. 

એક તાજા રિપોર્ટના અનુસાર સ્વાસ્થ્ય વીમા પોલિસીઓ હેઠળ દર્દીઓની સારવાર પર ખર્ચ કરવામાં આવેલી રકમને પરત લેવામાં ભારતમાં સરેરાશ 20 થી 46 દિવસનો સમય લાગે છે. વીમા ટેકનોલોજી પ્લેટફોર્મ મંચ સિક્યોરનાઉના એક રિચર્સ અનુસાર જાણકારી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે તેના દ્રાર એકઠા કરવામાં આવેલા ઉદ્યોગના આંકડાથી ખબર પડે છે કે દર્દી વિમા કંપનીને દાવા વિશે ખૂબ તત્પરતાથી સૂચિત કરે છે. જેમાંથી મોટાભાગના હોસ્પિટલમાં દાખલ થવાના એક અઠવાડિયાની અંતર સંબંધિત વિમા કંપનીને તેની સૂચના આપે છે. 

સિક્યોરનાઉના સહ-સંસ્થાપક કપિલ મ્હેતાએ કહ્યું કે પ્રતિવર્ષ સ્વાસ્થ્ય વિમા સંબંધી લગભગ એક કરોડ દાવા કરવામાં આવે છે. રિસર્ચ અનુસાર દાવા વાળી રકમમાં લગભગ 13 થી 26 કરોડ અંતિમ રૂપથી મંજૂર દાવા રકમમાંથી કાપી લેવામાં આવે છે. તેની પાછળ 'દાયરામાં નહી આવનાર વસ્તુઓ અને વહિવટી ખર્ચ' ગણવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news