Gold Rate Today: લગ્નગાળા ટાણે જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ફટાફટ ચેક કરી લો 10 ગ્રામ ગોલ્ડનો રેટ
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર એક્શન જોવા મળી રહી છે. ઘરેલુ બજાર હોય કે પછી ગ્લોબલ માર્કેટ...બધામાં મિક્સ કારોબાર છે. ડોલરમાં ઘટાડાના પગલે સોનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
Trending Photos
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર એક્શન જોવા મળી રહી છે. ઘરેલુ બજાર હોય કે પછી વાયદા બજાર, ગ્લોબલ માર્કેટ...બધામાં મિક્સ કારોબાર છે. ડોલરમાં ઘટાડાના પગલે સોનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે રોકાણકારોની નજર US FED ના વ્યાજ દરો પર એક્શન પર છે.
ઘરેલુ બજારમાં સોનું
ઘરેલુ વાયદા બજારમાં સોનામાં સવારે ઉછાળો જોવા મળ્યો. MCX પર સોનાના ભાવ 100 રૂપિયા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. 10 ગ્રામ સોનાનો ભાવ 61637 રૂપિયા પર પહોંચ્યો. બીજી બાજુ ચાંદીનો ભાવ 150 રૂપિયા ગગડેલો જોવા મળ્યો. MCX પર ચાંદીનો ભાવ 74652 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો.
બુલિયન માર્કેટમાં સોનું
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 458 રૂપિયા ઉછળીને 61895 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 420 રૂપિયા ચડીને 56696 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. આ સાથે ચાંદી જોઈએ તો ચાંદી હાલ 1947 રૂપિયા ઉછળીને 74993ના સ્તરે જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં પણ સોનું અને ચાંદીના ભાવમાં એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાના ભાવ ડોલરમાં ઘટાડાના પગલે ચડી ગયા છે. હાલ સોનું 2010 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં હળવો ઘટાડો જોવા મળ્યો. કોમેક્સ પર ચાંદી 24.63 ડોલર પ્રતિ ઔંસ પર સવારે જોવા મળી હતી.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે