પૈસા હાથમાં નથી ટકતા, અજમાવો આ આર્થિક ઉપાયો, તમારું ખિસ્સું હંમેશા ભરેલું રહેશે, જાણો કેવી રીતે

પૈસાની બચત માટે ખર્ચ પર લગામ લગાવવી ખુબ જરૂરી છે. હવે સવાલ છે કે કયાં પ્રકારના ખર્ચ ઓછા કે બંધ કરી શકાય છે, જેથી પૈચાની બચત થવા લાગે. આવો જાણીએ..
 

પૈસા હાથમાં નથી ટકતા, અજમાવો આ આર્થિક ઉપાયો, તમારું ખિસ્સું હંમેશા ભરેલું રહેશે, જાણો કેવી રીતે

Money Saving Tips: જમાનો ગમે તે હોય પરંતુ ખર્ચા ઓછા થતા નથી તેથી પૈસા બચાવવા છે તો બચતની ટેવ પાડવી પડશે. પરંતુ દરેક વ્યક્તિને એક ફરિયાદ હોય છે કે ખર્ચ ઘટતા નથી તેથી પૈસા ટકતા નથી તો બચત કઈ રીતે કરવી. પરંતુ ઘણી એવી રીત છે જેના દ્વારા પૈસા બચાવી શકાય છે, બસ તમારે તેનો અમલ કરવાની જરૂર છે. 

અમે તમને પૈાની બચત કરવા માટે કેટલીક ટિપ્સ જણાવી રહ્યાં છીએ, જેના દ્વારા તમે સરળતાથી ખર્ચ પર લગામ લગાવી શકો છો. 

ખોટા ખર્ચા પર લગામ
પૈસા બચાવવા માટે, સૌથી અગત્યની બાબત એ છે કે બિનજરૂરી ખર્ચાઓથી બચવું. આ માટે, દર મહિનાના ખર્ચની સૂચિ બનાવો અને તેમાંથી નકામા ખર્ચને ઓળખો. આ સિવાય જરૂરી ખર્ચાઓ પણ મર્યાદિત કરો.

મનોરંજનના ખર્ચ કરી શકો છો ઓછા
આજકાલ લોકો ઈન્ટરનેટ, ઓટીટી પ્લેટફોર્મ સબ્સક્રિપ્શન અને મોબાઈલ રિચાર્જ પર પણ ખુબ ખર્ચ કરે છે. ભલે મનોરંજન માટે આ ખર્ચ જરૂરી હોઈ શકે છે પરંતુ તેને સીમિત કરવો પણ જરૂરી છે. જો તમે 3 ઓટીટી પ્લેટફોર્મને સબ્સક્રાઇબ કરો છો તો તેની જગ્યાએ માત્ર 1 સબ્સક્રિપ્શન લો.

લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલા ખર્ચ પર લગામ
આજકાલ લોકોને બહાર ભોજન કરવાનો પણ શોખ હોય છે તો હોટેલમાં પહોંચીને જમતા હોય છે અથવા ઓનલાઈન એપથી ફૂડ મંગાવતા હોય છે. મહિનામાં એક-બે વખત આ વસ્તુ બરાબર છે પરંતુ દર વીકેન્ડમાં બહાર જવા પર કામ મૂકી પૈસા બચાવી શકાય છે. 

આતો ખર્ચ સીમિત કરવાની વાત, આ સિવાય બચત કરવા માટે સૌથી વધુ જરૂરી છે કે તમારી કમાણી પણ વધે. કારણ કે કમાણી માટે માત્ર એક વિકલ્પ પર નિર્ભર ન રહી સાઇડ ઇનકમના વિકલ્પ પણ ઉભા કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news