Mukesh Ambani Received Death Threat : મુકેશ અંબાણીને મળી ધમકી, કહ્યું-  20 કરોડ નહીં આપો તો મારી નાખીશું

Mukesh Ambani: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈમેઈલ દ્વારા તેમને ધમકી આપીને 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

Mukesh Ambani Received Death Threat : મુકેશ અંબાણીને મળી ધમકી, કહ્યું-  20 કરોડ નહીં આપો તો મારી નાખીશું

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈમેઈલ દ્વારા તેમને ધમકી આપીને 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે. મળતી માહિતી મુજબ ધમકી આપનારાએ કહ્યું છે કે અમારી પાસે બેસ્ટ શૂટર્સ છે, અમે તમને મારી નાખીશું. મળતી માહિતી મુજબ આ ધમકી ગુરુવારે (27 ઓક્ટોબર)ના રોજ સાંજે મળી હતી. 

શું લખ્યું છે ઈમેઈલમાં
પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ 27 ઓક્ટોબરના રોજ મુકેશ અંબાણીની કંપનીના ઈમેઈલ આઈડી પર એક અજાણ્યા વ્યક્તિએ આ ધમકીભર્યો ઈમેઈલ મોકલ્યો. ઈમેઈલમાં લખ્યું છે કે 'IF you don’t give us 20 crore rupees, we will kill you, we have the best shooters in india'. આ ઈમેઈલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જની ફરિયાદના આધારે ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ IPC ની કલમ 387 અને 506 (2) હેઠળ FIR દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. 

— ANI (@ANI) October 28, 2023

મુકેશ અંબાણીને મળેલી છે ઝેડ પ્લસ સિક્યુરિટી
અત્રે જણાવવાનું કે  કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ મુકેશ અંબાણીની 29 સપ્ટેમ્બરના રોજ સિક્યુરિટી વધારીને ઝેડ પ્લસ કેટેગરી કરી હતી. સિક્યુરિટી પર થતો ખર્ચ મુકેશ અંબાણી વહન કરે છે. આ ખર્ચ 40થી 45 લાખ રૂપિયા મહિને છે. આ અગાઉ તેમને ઝેડ કેટેગરીને સિક્યુરિટી મળેલી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આઈબીની ભલામણના આધારે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો હતો. આઈબીએ મુકેશ અંબાણી પર જોખમની આશંકા વ્યક્ત કરી હતી. 

અગાઉ પણ મળી હતી ધમકી
મુકેશ અંબાણીના પરિવારને 15 ઓગસ્ટ 2022ના રોજ પણ આ પ્રકારે ધમકી મળી હતી. મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકી ભર્યા ફોન કોલ કરાયા હતા. કોલરે ધમકી આપતા કહ્યું હતું કે તેમના સમગ્ર પરિવારને ત્રણ કલાકમાં ખતમ કરી દેવાશે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. 

▶️ ईमेल पर मिली धमकी, अज्ञात व्यक्ति ने 20 करोड़ रुपये की मांग की#MukeshAmbani #Threat @Nidhijourno @thakur_shivangi @Nilesh_isme

— Zee News (@ZeeNews) October 28, 2023

ત્યારબાદ 5 ઓક્ટોબર 2022ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હોસ્પિટલના લેન્ડલાઈન નંબર ઉપર અજાણ્યા વ્યક્તિના બેવાર ફોન આવ્યા હતા. જેમાં કોલરે અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી 10 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news