Student Visa : વિદેશ જવામાં ગુજરાતીઓ જ નહિ, આ રાજ્યોના લોકો પણ છે આગળ

Study Abroad : વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2 વર્ષમાં 20 લાખ સુધી પહોંચી જશે,,, વિદેશ ભણવા જવામાં ગુજરાતીઓ ચોથા ક્રમે,,, પંજાબ-આંધ્રના સૌથી વધુ 12.5 ટકા,,, ગુજરાતી વિદ્યાર્થીઓનું પ્રમાણ 8 ટકા

Student Visa : વિદેશ જવામાં ગુજરાતીઓ જ નહિ, આ રાજ્યોના લોકો પણ છે આગળ

Student Visa : આજકાલ ગુજરાતમાં દર બીજા વિદ્યાર્થીને વિદેશ જવાનો મોહ લાગ્યો છે. દરેકને કોઈ ને કોઈ દેશમાં જઈને વસવુ છે. પણ શું તમે જાણો છો કે, વિદેશ જવાનો ચસ્કો ધરાવવામાં ગુજરાતીઓ એકલા નથી. અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ ગુજરાત કરતા આગળ છે. વિદેશ ભણવા જવામાં ગુજરાતીઓનો ચોથો નંબર છે. વિદેશ જનારા વિદ્યાર્થીઓમાં પંજાબ, આંધ્રપ્રદેશ/તેલંગણા, મહારાષ્ટ્ર ગુજરાત કરતા આગળ છે. વિદેશ ભણવા જવામાં ગુજરાતીઓ ચોથા ક્રમે આવે છે. 

વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બે વર્ષમાં જ 20 લાખને પાર થઈ ગઈ છે. શુક્રવારે દિલ્હી ખાતે આયોજિત ગ્લોબલ એજ્યુકેશન કોન્ક્લેવમાં એક રિપોર્ટ રજૂ કરાયો હતો. રિપોર્ટ બિયોન્ડ બેડ્સ એન્ડ બાઉન્ડરીઝ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ મોબોલિટી રિપોર્ટ 2023 અનુસાર, વર્ષ 2019 માં 10.9 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં ભણવા ગયા હતા. તો ચાલુ વર્ષમાં આ આંકડો 20 લાખને પાર થવામાં છે. 

કયા કયા દેશો તરફ ભારતીયોનો ક્રેઝ
હાલ ભારતીય વિદ્યાર્થઈઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના ખ્વાબ રાખે છે. જેમાં જર્મની, કિર્ગીસ્તાન, આયર્લેન્ડ, સિંગાપોર, રશિયા તથા ફ્રાન્સનું પ્રમાણ વધારે છે. જો આંકડો વધતો જશે તો 2025 સુધીમાં તે 20 લાખને પાર થઈ જશે.

વિદેશ જતા વિદ્યાર્થીઓનું રાજ્યવાર પ્રમાણ જોઈએ તો પંજાબની ટકાવારી 12.5 ટકા, આંધ્રપ્રદેશ/તેલંગણાની 12.5 ટકા, મહારાષ્ટ્રની 12.5 ટકા તેમજ ગુજરાત, દિલ્હી, તમિલનાડુની 8 ટકા, કર્ણાટકની 6 ટકા અને અન્ય રાજ્યોની 33 ટકા છે. 

આ સાથે જ આ રિપોર્ટમાં જણાવાયું કે, વિદેશ અભ્યાસ જવા માટે વિદ્યાર્થીઓનો કુલ ખર્ચ 2025 સુધીમાં આ આંકડો 70 અબજ ડોલર પર પહોંચી શકે છે. 2019 માં આ આંકડો 37 અબજ ડોલર જેટલો થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news