Reliance News: હવે મુકેશ અંબાણી વેચશે 50 વર્ષ જૂનું આ ખાસ પીણું, કોકા-કોલા અને પેપ્સીને આપશે ટક્કર

Mukesh Ambani Latest News: રિલાયન્સ તેના બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. હવે કંપનીએ 50 વર્ષ જૂના ડ્રિંકને નવી સ્ટાઇલમાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ ગુરુવારે દેશની 50 વર્ષ જૂની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પા કોલાને ફરીથી રજૂ કરવાની જાહેરાત કરી હતી.

Reliance News: હવે મુકેશ અંબાણી વેચશે 50 વર્ષ જૂનું આ ખાસ પીણું, કોકા-કોલા અને પેપ્સીને આપશે ટક્કર

નવી દિલ્હીઃ Reliance Industries Limited:રિલાયન્સ તેના બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. હવે કંપનીએ 50 વર્ષ જૂના ડ્રિંકને નવી સ્ટાઇલમાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ ગુરુવારે દેશની 50 વર્ષ જૂની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પા કોલાને ફરીથી રજૂ કરવાની જાહેરાત કરી હતી. RCPL એ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની છે.

જાન્યુઆરીમાં ડ્રિંક્સ ગ્રુપ પણ ખરીદ્યુ હતું
તમને જણાવી દઈએ કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) દૈનિક ઉપયોગની વસ્તુઓમાં ડીલ કરે છે. આ એક FMCG કંપની છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં, RCPL એ ગુજરાત સ્થિત કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક અને જ્યુસ બનાવતી કંપની સોશિયો હઝુરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. અગાઉ, તેણે રૂ. 22 કરોડમાં પ્યોર ડ્રિંક્સ ગ્રુપ પાસેથી કેમ્પા બ્રાન્ડ હસ્તગત કરી હતી.

નવા ફ્લેવરમાં કરવામાં આવશે લોન્ચ
હવે આરસીપીએલે કેમ્પા બ્રાન્ડને ફરીથી રજૂ કરી છે. કંપની તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું કે શરૂઆતી સમયમાં શીતલ પેય શ્રેણીમાં ત્રણ નવી ફ્લેવર કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જને સામેલ કરવામાં આવશે. 

કોકા-કોલા પછી પાછળ રહી બ્રાન્ડ
કેમ્પા પહેલાંઆંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ઉપલબ્ધ થશે. બાદમાં તેને તબક્કાવાર સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવશે. કેમ્પા-કોલા 1970 અને 1980 ના દાયકામાં એક લોકપ્રિય સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ હતી, પરંતુ કોકા-કોલા અને પેપ્સિકોના આગમન પછી તે પાછળ પડી રહી ગઈ હતી.

પેપ્સિકો અને કોકા-કોલા સાથે થશે મુકાબલો
કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે RCPLએ તેનું નામ 'ધ ગ્રેટ ઈન્ડિયન ટેસ્ટ' રાખ્યું છે. બજારના નિષ્ણાતોના મતે, સ્થાનિક બ્રાન્ડ કેમ્પા વિશ્વની બે સૌથી મોટી કંપનીઓ - પેપ્સીકો અને કોકા-કોલા સાથે સીધી સ્પર્ધા કરશે.

કંપનીના પ્રવક્તાએ આપી જાણકારી
આરસીપીએલના પ્રવક્તાએ કેમ્પાની રજૂઆત પર કહ્યું કે અમે આશા કરીએ કે નવી પેઢીના ગ્રાહકો કેમ્પાને આ નવા અવતારમાં અપનાવશે અને યુવા ગ્રાહકોને નવો સ્વાદ પસંદ આવશે. તેમણે કહ્યું- ઝડપથી વિકસિત થી રહેલા ભરતીય બજારમાં વધુ વેચાણને કારણે કેમ્પા માટે વધુ અવસર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news