Multibagger Stock: પૈસાનો વરસાદ કરાવતો શેર; ₹1નો સ્ટોક 400 પર પહોંચ્યો, 1 લાખના બની ગયા 35 કરોડ
Multibagger Stock: મલ્ટીબેગર સ્ટોક દ્વારા ઓછા સમયમાં બંપર નફો કમાઈ શકાય છે. આથી મોટાભાગના લોકો આવા મલ્ટીબેગર સ્ટોક શોધતા હોય છે. પરંતુ તેમાં જોખમ પણ વધુ હોય છે. આવામાં રોકાણકારોએ આ સ્ટોક્સમાં રોકાણ કરતી વખતે સાવધાની વર્તવી જોઈએ.
Trending Photos
જો તમે રોકાણ કરવા માટે કોઈ મલ્ટીબેગર સ્ટોકની શોધમાં હોવ તો અમે તેમને એક એવા સ્ટોક વિશે જણાવીશું જેણે ઓછા સમયમાં રોકાણકારોને માલમાલ કરી નાખ્યા છે. આ સ્ટોક છે હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ (Hazoor Multi Projects). તમે તેના શેરો પર નજર રાખી શકો છો. રિયલ એસ્ટેટની આ કંપનીએ પોતાના રોકાણકારોને ઓછા સમયમાં બંપર નફો રળી આપ્યો છે. સોમવારા આ કંપનીના શેરોમાં 4.78 ટકાની તેજી જોવા મળી હતી અને તે લગભગ 400 રૂપિયાના ભાવે બંધ થયો હતો. આ સાથે જ કંપનીની માર્કેટ કેપ વધીને 606.16 કરોડ રૂપિયા થઈ છે. સ્ટોકનો 52 વીક હાઈ 428.70 રૂપિયા અને 52 અઠવાડિયાનું લો 78.01 રૂપિયા છે.
ત્રિમાસિક પરિણામો
ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોમાં જો કે હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સનો નેટ પ્રોફિટ 22 ટક ઘટીને 10.29 કરોડ રૂપિયા થયો. ગત વર્ષે આ જ ત્રિમાસિકમાં કંપનીએ 13.17 કરોડનો નફો કર્યો હતો. આ ઉપરાંત ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિકમાં વેચાણ 57.35 ટકા ઘટીને 80.63 કરોડ રૂપિયા રહી ગયું. જ્યારે ડિસેમ્બર 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક દરમિયાન વેચાણ 189.03 કરોડ રૂપિયા હતું.
શેરોનું પ્રદર્શન
ગત એક મહિનામાં કંપનીના શેરોમાં 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં તેણે 205 ટકાનું રિટર્ન આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરોમાં 16 ટકાની તેજી આવી ચૂકી છે. ગત એક વર્ષમાં આ સ્ટોક 313 ટકા ચડ્યો છે. એટલું જ નહીં છેલ્લા 5 વર્ષમાં તેણે 35285 ટકાનો બંપર નફો કરાવ્યો છે.
પેની સ્ટોક મલ્ટીબેગર સ્ટોક બની ગયો
ફેબ્રુઆરી 2019માં હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના એક શેરની કિંમત 1.13 રૂપિયા હતી. જે હાલના સમયમાં વધીને 400ની આજુબાજુ પહોંચી ગઈ છે. જેનો અર્થ છે કે આ સમયગાળામાં રોકાણકારોના પૈસા 350 ગણા વધ્યા. જો તમે 5 વર્ષ પહેલા સ્ટોકમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો તમારી મૂડી આજે વધીને 35 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે