Multibagger Stock: 3 રૂપિયાવાળા શેરએ બનાવ્યા કરોડપતિ, આટલા વર્ષમાં મળ્યું 7000% રિટર્ન

કંપની V-Gaurd Industries Limited એ આજથી 13 વર્ષ પહેલા શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે એક શેરની કિંમત માત્ર 3 રૂપિયા હતો, આ સ્ટોક હાલમાં તેની કિંમતની સરખામણીમાં લગભગ 7,066 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

Multibagger Stock: 3 રૂપિયાવાળા શેરએ બનાવ્યા કરોડપતિ, આટલા વર્ષમાં મળ્યું 7000% રિટર્ન

નવી દિલ્હી: છેલ્લા કેટલાક અઠવાડિયાથી શેરબજાર (Share Market)માં ઘણા રોકાણકારોએ પોતાના રૂપિયા ગુમાવ્યા છે. જેના કારણે બજારથી મોહભંગ થયા છે. જો કે, આનાથી બજારના ખેલાડીઓને બહુ ફરક પડતો નથી કારણ કે તેઓ લાંબા ગાળાની બેટ્સ રમે છે. આ રણનીતિ સચોટ પણ સાબિત થાય છે અને ઘણા રોકાણકારો આ પદ્ધતિ અપનાવીને કરોડપતિ બની જાય છે. આવો જ એક સ્ટોક V-Gaurd છે. થોડા સમય પહેલા આ સ્ટોક માત્ર 3 રૂપિયાનો હતો, પરંતુ હવે તેની કિંમત 215 રૂપિયાની આસપાસ છે.

માત્ર 3 રૂપિયાથી શરૂ, આજે 200 રૂપિયાને પાર
કંપની V-Gaurd Industries Limited એ આજથી 13 વર્ષ પહેલા શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે એક શેરની કિંમત માત્ર 3 રૂપિયા હતો, આ સ્ટોક હાલમાં તેની કિંમતની સરખામણીમાં લગભગ 7,066 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. શુક્રવારે ટ્રેડિંગ બંધ થયા પછી NSE પર શેર રૂ. 214.90 પર હતો. એક તબક્કે આ સ્ટોક 285ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

બમ્પર વળતરને કારણે રોકાણ ઘણું વધ્યું
જે રોકાણકારોએ વર્ષ 2009માં આ શેરમાં રૂ. 1,500નું રોકાણ કર્યું હશે, આજે તે તમામનું રોકાણ કરોડોમાં થઈ ચૂક્યું હશે. જો કે, તમામ રોકાણકાર આ સ્ટોકમાં રોકાણ કરીને 13 વર્ષમાં કરોડપતિ બની ગયા હશે, જેમણે જે તે વખતે રૂ. 1,415નું રોકાણ કર્યું હશે. માત્ર હજાર રૂપિયાનું રોકાણ આજના સમયમાં 70 લાખ રૂપિયાથી વધુની કમાણી કરાવી હશે.

હજુ પણ વિશ્લેષકોને પસંદ આ સ્ટોક
મિડ-કેપની આ કંપનીનું એમ-કેપ હાલમાં રૂ. 9,331 કરોડ રૂપિયા છે. કંપનીએ આ સપ્તાહે ડિસેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 31 ટકા ઘટીને રૂ. 53.92 કરોડ થયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવક એક વર્ષ અગાઉ રૂ. 835.04 કરોડથી વધીને રૂ. 967.38 કરોડ થઈ હતી. કંપનીનો નફો ભલે ઘટી ગયો હોય, પરંતુ ઘણા વિશ્લેષકો તેને હાલ માટે પણ સારી શરત માને છે. કેટલીક બ્રોકરેજ કંપનીઓએ આ સ્ટોકને રૂ. 280થી વધુનો લક્ષ્યાંક આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news