8મું પાસ યુવક બન્યો કરોડપતિ, મુકેશ અંબાણી પણ છે ક્લાયન્ટ
રિલાયન્સ, અમુલ, પંજાબ પોલીસ અને એવન સાયકલ જેવી બ્રાન્ડ્સ પણ ત્રિશનિતની સેવા લે છે
- 8મા પછી શાળા છોડી અને ડિસ્ટન્સ એજ્યુકેશનથી 12મું પાસ કર્યું
- 21 વર્ષની ઉંમરમાં ત્રિશનિતે પોતાની કંપનીની શરૂઆત કરી હતી
- આજે દેશની મોટી મોટી કંપનીઓ ત્રિશનિતની સેવા લઇ રહી છે
Trending Photos
નવી દિલ્હી : દરેક માતા- પિતા પોતાનાં બાળકોને ભણાવી ગણાવીને એક નવી ઉંચાઇએ પહોંચાડવા માંગતા હોય છે. જો કે ઘણી વખત બાળકો વાલીની આશાઓ પર ખરા નથી ઉતરતા.જેનાં કારણે મા બાપ પરેશાન થવા લાગે છે અને બાળકોને સારા ફ્યુચર માટે દબાવવા લાગે છે. જો કે આજે આપણે એવા બાળકની વાત કરવા જઇ રહ્યા છીએ જેણે પોતાનાં માતા - પિતાનું માથુ ગર્વથી ઉંચુ કર્યું છે.
માત્ર 8 પાસ ત્રિશનિત અરોરાની. મુળ મુંબઇનો રહેવાસી ત્રિશનિત નાનપણથી જ ભણવામાં નબળો હતો. તે આખો દિવસ કોમ્પ્યુટરમાં ગેમ રમ્યા કરતો. તેનાં પિતા કોમ્પ્યુટરનો પાસવર્ડ બદલે તો તે પાસવર્ડ ક્રેક કરીને ગેમ રમવા લાગતો હતો. જેનાંથી પ્રભાવિત તેનાં પિતાએ તેને અલગ કોમ્પ્યુટર અપાવ્યું. 8માં ધોરણમાં નાપાસ થતા રોનીતને તેની રૂચી અનુસાર આગળ વધવા માટેની છુટ આપી.
મીડિયા રિપોર્ટસ અનુસાર ત્રિશનિતે ત્યાર બાદ સાઇબર હેકિંગ ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવ્યું. 19 વર્ષની ઉંમરે તે કમ્પ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લીનિંગ જેવા કામ શીખી ગયો હતો. ત્યાર બાદ તેમણે નાના પ્રોજેક્ટ પર કામ કરાવાનું ચાલુ કર્યું. જેનાં કારણે તેને પહેલો ચેક 60 હજાર રૂપિયાનો મળ્યો હતો.
આ આવકથી તેણે પોતાની જ કંપની ખોલી. આજે તેની કંપની TAC સિક્યોરિટી સોલ્યુશન ઘણુ મોટુ નામ છે. રિલાયન્સ, અમુલ, પંજાબ પોલીસ, એવન સાઇકલ જેવી ઘણી બ્રાન્ડ્સ તેની સેવા લે છે. ઉપરાંત ત્રિશનિતે Hacking Talk with Trishneet Arora,hacking era અને hacking with smartphone નામનાં પુસ્તકો પણ લખ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે