રોહિત રોયે કહી એવી વાત કે લોકોએ ગુસ્સામાં કહ્યું ભારત છોડી દો....
રોહિત રોયનું કહેવું છે કે ભારતીય હોવા છતાં ભારતમાં રહેવાનું તેને દુખ છે
- રોહિત રોયે ‘પદ્માવતી’ વિશે ચાલી રહેલા વિવાદ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે
- ફિલ્મમેકર્સ અને એક્ટર્સને મળી રહેલી ધમકીઓથી કંટાળીને રોહિત રોયનું કહેવું છે કે ભારતીય હોવા છતાં ભારતમાં રહેવાનું તેને દુખ છે
- રોહિતના આ ટ્વિટ પર લોકોએ નકારાત્મક પ્રતિભાવ આપ્યો છે
Trending Photos
નવી દિલ્હી : 'પદ્માવતી' ફિલ્મના વિરોધને કારણે ફિલ્મમેકર્સ અને એક્ટર્સને મળી રહેલી ધમકીઓથી કંટાળીને રોહિત રોયનું કહેવું છે કે ભારતીય હોવા છતાં ભારતમાં રહેવાનું તેને દુખ છે. ‘કાબિલ’, ‘કેલેન્ડર ગર્લસ’ અને ‘ફેશન’ જેવી ફિલ્મોમાં કામ કરનાર રોહિત રોયે ‘પદ્માવતી’ વિશે ચાલી રહેલા વિવાદ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. આ વિશે રોહિત રોયે કહ્યું હતું કે ‘પહેલી વાર મને દુખ થઈ રહ્યું છે કે હું ભારતીય હોવા છતાં ભારતમાં રહું છું. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે આવું કહીશ, પરંતુ એ સાચું છે. આ જે કંઈ થઈ રહ્યું છે એ દુખની વાત છે.'
For the first time, I'm sad, frustrated, enraged etc etc that I'm an Indian living in india .. never thought I'd ever say that. Indeed, very sad.. Jai Hind
— Rohit Roy (@rohitroy500) November 20, 2017
રોહિતના આ ટ્વિટ પર લોકોએ નકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. લોકોએ કહ્યું છે કે જો તે ભારતમાં રહેવા ન માગતો હોય તો એને છોડી શકે છે અને આ નિર્ણયથી કોઈને સમસ્યા નથી.
Sir aap country change kar sakte ho..koi problem nahi hogi kisi ko..kahan jaoge ??
— Dewashish jha (@jha_dev) November 21, 2017
હાલમાં રાજપૂત સંગઠન કરણી સેના અને કેટલાક બીજા હિંદુ સંગઠન ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પર ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવાનો આક્ષેપ મૂકીને ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહ્યા છે. એક નેતાએ તો સંજય લીલા ભણસાલી અને દીપિકા પદુકોણનું માથું કાપે એને 10 કરોડ રૂ. ઇનામમાં આપવાની જાહેરાત પણ કરી છે.
Today, ppl are offering rewards for the heads of actors/directors for a film that they haven't seen ONE SINGLE frame of! the govnt is doing nothin to stop this.. abetting even! Forget creative freedom, isn't this 'INTOLERANCE' scary for all Indians? #saddened
— Rohit Roy (@rohitroy500) November 21, 2017
રોહિત રોયે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે 'જે લોકોએ હજી સુધી ફિલ્મનું એક પણ દૃશ્ય નથી જોયું તેઓ એક્ટર અને ડિરેક્ટરના માથા માટે ઇનામ જાહેર કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે આ લોકોને અટકાવવા માટે સરકાર કોઈ પગલાં નથી લઈ રહી. ક્રીએટિવ ફ્રીડમની વાતને તો ભૂલી જ જાઓ, શું આ ઇનટોલરન્સ ભારતીયો માટે ભયજનક નથી? શું કોઈના માથા માટે ઇનામ જાહેર કરવું એ લીગલ છે? ઍક્શન લેવાની તો દૂરની વાત, સરકારે આ વિશે કોઈ વોર્નિંગ સુધ્ધાં નથી આપી. દુખની વાત તો એ છે કે તમે લોકો રાણી પદ્માવતી માતાની ઇમેજ બચાવવા માટે દેશની દીકરીનું માથા ધડથી અલગ કરવા માગો છો.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે