17 વર્ષની ઉંમરે પાર્લે એગ્રોમાં જોડાઈ, શરૂ કર્યો 8000 કરોડનો બિઝનેસ, જાણો કોણ છે નાદિયા ચૌહાણ?

Nadia Chauhan: ભારતની સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક પાર્લે એગ્રોની ચીફ માર્કેટિંગ ઓફિસર અને  જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર નાદિયા ચૌહાણની સક્સેસ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. નાદિયા 2003માં તેના પિતાના પાર્લે એગ્રો ગ્રુપમાં જોડાઈ હતી.

 17 વર્ષની ઉંમરે પાર્લે એગ્રોમાં જોડાઈ, શરૂ કર્યો 8000 કરોડનો બિઝનેસ, જાણો કોણ છે નાદિયા ચૌહાણ?

Nadia Chauhan: ભારતની સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક પાર્લે એગ્રોની ચીફ માર્કેટિંગ ઓફિસર અને  જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર નાદિયા ચૌહાણની સક્સેસ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. નાદિયા 2003માં તેના પિતાના પાર્લે એગ્રો ગ્રુપમાં જોડાઈ હતી. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. તેણે અન્ય ક્ષેત્રોમાં તેની નવી સ્ટ્રેટેજી અને ઉત્પાદન વધારવા માટે આગેવાની લીધી. પરિણામે, કંપની ભારતીય પીણા ઉદ્યોગમાં પાવરહાઉસ બની ગઈ છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે નાદિયા ચૌહાણે પારલે એગ્રોને રૂ. 300 કરોડની બ્રાન્ડમાંથી રૂ. 8,000 કરોડના બિઝનેસમાં કન્વર્ટ કરી.

કેલિફોર્નિયામાં બિઝનેસ ફેમિલીમાં જન્મેલી અને મુંબઈમાં ઉછરેલી નાદિયા ચૌહાણે એચઆર કોલેજમાંથી કોમર્સનો અભ્યાસ કર્યો છે. ફોર્બ્સ અનુસાર, નાદિયા ચૌહાણને બાળપણથી જ તેના પિતાએ તૈયાર કરી હતી. નાદિયા સ્કૂલ પછીનો સમય કંપનીના મુંબઈ હેડક્વાર્ટરમાં પસાર કરતી હતી.

કંપનીમાં જોડાયા પછી, તેણે ઉત્પાદન પર કંપનીની નિર્ભરતા ઘટાડવા અને તેને અન્ય શ્રેણીઓમાં વધારવાનો નિર્ણય કર્યો. જે અંતર્ગત તેણે જાણીતી પેકેજ વોટર બ્રાન્ડ 'બેલીઝ' લોન્ચ કરી. તમને જાણીને નવાઈ લાગશે કે 'બેલીઝ' હવે 1,000 કરોડ રૂપિયાનો બિઝનેસ બની ગઈ છે.

No description available.

2005માં બિઝનેસને વધારવા માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેતા, નાદિયાએ 2005માં એપ્પી ફિઝની શરૂઆત કરી. એપ્પી ફિઝ એપલ જ્યુસની શ્રેણીમાં પ્રથમ અને અનોખું ઉત્પાદન સાબિત થયું. 

Appy Fizz એ પરંપરાગત કાર્બોનેટેડ પીણાંનો એક અનોખો અને તાજગીસભર વિકલ્પ રજૂ કરીને બજારમાં ધૂમ મચાવી છે. પારલે એગ્રોના ઉત્પાદનો વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરીને નાદિયાએ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પ્રવેશ કર્યો. આજે 50 થી વધુ દેશોમાં ફ્રુટી અને એપી ફીઝ હાજર છે, જે પાર્લે એગ્રોને આંતરરાષ્ટ્રીય પીણા ઉદ્યોગમાં એક મુખ્ય ખેલાડી બનાવે છે.

પારલે ગ્રુપની સ્થાપના 1929માં મોહનલાલ ચૌહાણે કરી હતી. તેઓ નાદિયા ચૌહાણના પરદાદા હતા. મોહનલાલના સૌથી નાના પુત્ર જયંતિલાલે 1959માં પીણાંનો ધંધો શરૂ કર્યો હતો. રમેશ ચૌહાણ અને પ્રકાશ ચૌહાણને થમ્સ અપ, લિમ્કા, ગોલ્ડ સ્પોટ, સિટ્રા અને માઝા જેવી બ્રાન્ડ્સ આપવામાં આવી હતી.

1990 ના દાયકામાં, પાર્લે ગ્રુપે આ બ્રાન્ડ્સ કોકા-કોલાને વેચી. બાદમાં બંને ભાઈઓએ પોતાનો ધંધો અલગ કરી લીધો હતો. રમેશ ચૌહાણે બિસલેરી બ્રાન્ડનો હવાલો સંભાળ્યો.

આ પણ વાંચો:
Video: મુંબઈનું રેલવે સ્ટેશન વરસાદના કારણે બન્યું સ્વિમિંગ પૂલ, લોકોએ માર્યા ધુબાકા
રાશિફળ 09 જુલાઈ: આજે કન્યા રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news