Jet Airways ને બચાવવા માટે નરેશ ગોયલ બોલ્યા - 'રિલીઝ કરો ફંડ, બધી શરતો સ્વિકારવા માટે તૈયાર છું'

જેટ એરવેજના પૂર્વ ચેરમેન નરેશ ગોયલે બુધવારે કહ્યું કે તેમણે એરલાઇનને સમયસર ફંડ ઉપલબ્ધ કરાવવા માટે ધિરાણકર્તા દ્વારા રાખવામાં આવેલા દરેક નિયમ, શરતો સ્વિકાર કરી છે. લોન સંકટ સામે ઝઝૂમી રહેલી આ એરલાઇનના લોન સોલ્યુશનને આગળ વધારતા તેના ધીરણકર્તા કંપનીના કંટ્રોલ પોતાના હાથમાં લેશે અને તેમાં 1,500 કરોડ રૂપિયાનું ફંડ નાખશે.
Jet Airways ને બચાવવા માટે નરેશ ગોયલ બોલ્યા - 'રિલીઝ કરો ફંડ, બધી શરતો સ્વિકારવા માટે તૈયાર છું'

નવી દિલ્હી: જેટ એરવેજના પૂર્વ ચેરમેન નરેશ ગોયલે બુધવારે કહ્યું કે તેમણે એરલાઇનને સમયસર ફંડ ઉપલબ્ધ કરાવવા માટે ધિરાણકર્તા દ્વારા રાખવામાં આવેલા દરેક નિયમ, શરતો સ્વિકાર કરી છે. લોન સંકટ સામે ઝઝૂમી રહેલી આ એરલાઇનના લોન સોલ્યુશનને આગળ વધારતા તેના ધીરણકર્તા કંપનીના કંટ્રોલ પોતાના હાથમાં લેશે અને તેમાં 1,500 કરોડ રૂપિયાનું ફંડ નાખશે.

એરલાઇનના ભવિષ્યને લઇને ચિંતાની વચ્ચે ગોયલે કહ્યું કે તેમણે ભારતીય ધીરણકર્તાઓના ગ્રુપને સહયોગ આપવા માટે પુરી ઇમાનદારી સાથે કેટલાક આકર, વ્યક્તિગત નિર્ણય લીધા. મેં તેમની સમયબદ્ધ રીતે રાખવામાં આવેલી દરેક શરત સ્વિકારી. નરેશ ગોયલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એરલાઇને આ ખુલાસો કર્યો છે કે પટ્ટા ભાડુ ન આપવાના કારણે તેના બીજા 15 વિમાન ઉભા કરી દેવામાં આવ્યા છે. 

જેટ એરવેઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 25 માર્ચના રોજ થયેલી બેઠકમાં લોન સમાધાન યોજના હેઠળ કંપનીમાં 1,500 કરોડ રૂપિયા નાખવામાં આવશે અને તેની લોનને ઇક્વિટી પૂંજીમાં બદલી દેવામાં આવશે. આ સાથે જ નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી બહાર થશે. આ ફેરફાર બાદ કંપનીમાં નરેશ ગોયલની ભાગીદારી ઘટીને 25 ટકા અને તેના ભાગીદાર એતિહાદની ભાગીદારી 12 ટકા રહેશે. 

એક સમય હતો જ્યારે જેટના બેડામાં 119 વિમાન હતા. હવે કંપનીના બેડામાં ફક્ત 13 વિમાન બચ્યા છે. મંગળવાર સુધી 28 વિમાન પરિચાલનમાં હતા, પરંતુ પછી 15 બીજા વિમાનોને લીઝ ન ચકવવાના લીધે ઉભા કરી દેવામાં આવ્યા છે. પાયલોટ, ટેક્નિશિયન સહિત હજારો કર્મચારીઓની મહિનાથી સેલરી મળી નથી. એવામાં લગભગ 1000 પાયલોટની સામૂહિક હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. જોકે તેને કોઇપણ રીતે મનાવી લેવામાં આવ્યા છે. પાયલોટે 15 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. તમને જણાવી દઇએ કે જેટ એરવેઝ પર લગભગ 7000 કરોડ રૂપિયાનું દેવું છે. આશા છે કે બેંકો પાસેથી તેને 1500 કરોડ મળશે ત્યારબાદ સ્થિતિમાં સુધારો થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news