HDFC Silver ETF: કમાણીની મોટી તક! ખુલ્યું નવું ફંડ, 500 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

New Fund Offer: HDFC મ્યુચ્યુઅલ ફંડે HDFC Silver ETF લોન્ચ કર્યું છે. ચાંદીમાં ડિજિટલ રીતે રોકાણ કરવા રોકાણકારોને પ્રોત્સાહિત કરવાના  હેતુથી ફંડ હાઉસે આ સ્કીમ લોન્ચ કરી છે. એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) છે જે સિલ્વરના પરફોર્મન્સની રેપ્લકિટ/ટ્રેકિંગ કરે છે. આ NFO 18 ઓગસ્ટે સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. 

HDFC Silver ETF: કમાણીની મોટી તક! ખુલ્યું નવું ફંડ, 500 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

New Fund Offer: HDFC મ્યુચ્યુઅલ ફંડે HDFC Silver ETF લોન્ચ કર્યું છે. ચાંદીમાં ડિજિટલ રીતે રોકાણ કરવા રોકાણકારોને પ્રોત્સાહિત કરવાના  હેતુથી ફંડ હાઉસે આ સ્કીમ લોન્ચ કરી છે. એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) છે જે સિલ્વરના પરફોર્મન્સની રેપ્લકિટ/ટ્રેકિંગ કરે છે. આ NFO 18 ઓગસ્ટે સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે અને 26 ઓગસ્ટ 2022ના રોજ બંધ થશે. 

HDFC Silver ETF લોન્ચ પર  એચડીએફસ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના એમડી અને સીઈઓ નવનીત મુનોટે કહ્યું કે એચડીએફસી એએમસીએ હંમેશા એક ઈન્વેસ્ટર્સ ફર્સટ સોચ બનાવી રાખી છે. આ ફંડ રોકાણકારોને અલગ અલગ રિસ્ક-રિટર્ન પ્રોફાઈલવાળી મેટલમાં રોકાણ કરીને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનને વધારવાની તક આપશે. 

આ ફંડ ગ્રાહકોને પોર્ટેબલ ડિવાઈસ, ઈન્ડસ્ટ્રિયલ ઈક્વિપમેન્ટ, ઈલેક્ટ્રિક વ્હીકલ, મોબિલિટી, એનર્જી જનરેશન, અને ટેલિકોમ જેવી ઈન્ડસ્ટ્રિયલ ગતિવિધિઓમાં તેની ઉપયોગતાના પગલે સિલ્વરમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ફંડમાં 0.999 શુદ્ધતાવાળા સિલ્વર બુલિયનમાં રોકાણ કરવામાં આવે છે. અત્રે જણાવવાનું કે એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ ભારતના પ્રમુખ મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસમાંથી એક છે. તેનું એસેટ અંડર મેનેજમેન્ટ (AMC) 4.15 લાખ કરોડ રૂપિયા છે. 

મિનિમમ 500 રૂપિયાનું રોકાણ
HDFC Silver ETF માં મિનિમમ 500 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. તેનો બેન્ચમાર્ક સિલ્વરના ઘરેલુ બજારના ભાવ છે. રોકાણનો હેતુ એવા રિટર્ન જનરેટ કરવાનો છે જે ઘરેલુ બજારમાં ફિઝિકલ સિલ્વરની કિંમત મુજબ હોય. ફિઝિકલ સિલ્વરમાં રોકાણ કરવું અને તેને સુરક્ષિત રીતે રાખવું કોઈ વ્યક્તિ માટે મુશ્કેલ બની શકે છે. આવામાં એચડીએફસીનો સિલ્વર એટીએફ એનએફઓ રોકાણકારોને ડિજિટલ રીતે રોકાણ કરવા અને સિલ્વર રાખવાની તક આપે છે. જેનો બજાર સમયગાળા દરમિયાન સરળતાથી ટ્રેડ થઈ શકે. 

(Disclaimer: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે. અહીં એનએફઓની જાણકારી આપવામાં આવી છે. રોકાણ સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news