New Year 2023: આજથી બદલાઇ જશે તમારી જિંદગી, ખિસ્સા પર પડશે સીધી અસર
1 જાન્યુઆરીથી જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, થાઈલેન્ડ, હોંગકોંગ અને ચીનથી આવનારા મુસાફરો માટે નેગેટિવ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. દુનિયામાં કોરોના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Credit Cardથી Corona Testing સુધી બદલાઈ ગયા નિયમો
ભારત સરકારે નિયમોમાં કરી દીધો છે મોટો ફેરફાર
આજથી ફરજિયાત થશે કોરોના RT-PCR ટેસ્ટ
Trending Photos
New Year 2023: આજથી નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે. 2022નું વર્ષ પુરું થઈ ગયું છે અને વર્ષ 2023 તમારી રાહ જોઈ રહ્યું છે. દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં કેટલાક નવા ફેરફારો લાગુ કરવામાં આવે છે. 1 જાન્યુઆરી, 2023થી કેટલાક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી કે આડકતરી અસર તમારા ખિસ્સા પર પડશે. આમાં બેંક લોકર, ક્રેડિટ કાર્ડ, GST ઈ-ઈનવોઈસ, NPSમાં આંશિક ઉપાડ, કેબલ અને DTH ગ્રાહકોને લગતા નિયમોનો સમાવેશ થાય છે.
આજથી ફરજિયાત થશે કોરોના RT-PCR Test-
1 જાન્યુઆરીથી જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, થાઈલેન્ડ, હોંગકોંગ અને ચીનથી આવનારા મુસાફરો માટે નેગેટિવ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. દુનિયામાં કોરોના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્રેડીટ કાર્ડ (Credit card)-
નવા વર્ષના પ્રથમ દિવસથી HDFC બેંક અને SBI જેવી કેટલીક બેંકો તેમની ક્રેડિટ કાર્ડ પોલિસીમાં ફેરફાર કરી રહી છે, જેના પછી રિવોર્ડ પોઈન્ટ્સ અને ચાર્જિસમાં ફેરફાર થઈ શકે છે. જો કે, ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર દરેક બેંકમાં અલગ-અલગ હોઈ શકે છે.
બેંક લોકર (Bank Locker)-
નવા વર્ષમાં બેંક લોકર સંબંધિત તમામ નિયમો સંપૂર્ણપણે બદલાઈ જશે. નવા નિયમો હેઠળ આરબીઆઈએ હવે બેંકોને લોકર્સ પ્રત્યે વધુ જવાબદાર બનાવી છે અને જવાબદારી પણ નિશ્ચિત કરી છે. જે ગ્રાહકો પાસે પહેલાથી જ બેંકમાં લોકર છે. હવે તેઓએ બેંક સાથે નવા લોકર કરાર પર હસ્તાક્ષર કરવા પડશે.
GST ઈ-ઈનવોઈસ (GST e-Invoice)-
1 જાન્યુઆરીથી વેપારીઓ માટે પણ GSTના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકારે GST ઈ-ઈનવોઈસની મર્યાદા 20 કરોડ રૂપિયાથી ઘટાડીને 5 કરોડ રૂપિયા કરી દીધી છે. આવી સ્થિતિમાં હવે 5 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ GST પોર્ટલ પરથી ઈ-ઈનવોઈસ જનરેટ કરવાના રહેશે.
ટીવી જોવું સસ્તું થશે-
ટ્રાઈ દ્વારા કેબલ અને ડીટીએચને લઈને જારી કરવામાં આવેલ નિયમ 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. આ પછી માત્ર 19 રૂપિયાથી ઓછી કિંમતની ચેનલોને જ બુકેમાં સામેલ કરવામાં આવશે. કેબલ અને ડીટીએચ સેવા પ્રદાતાઓ એક ચેનલ પર 45 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે. તેનાથી તમારું ટીવી જોવાનું સસ્તું થઈ શકે છે.
NPS માં ઉપાડ-
PFRDA દ્વારા 1 જાન્યુઆરીથી NPSમાંથી આંશિક ઉપાડની સુવિધા બંધ કરવામાં આવશે. આ પછી તમે NPSમાંથી ઓનલાઈન ઉપાડ નહીં કરી શકો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે