સવાર-સાંજ ચા પીવાની આદત છોડો... તો તમે આટલા દિવસમાં બની જશો કરોડપતિ, જાણો કેવી રીતે 

શું તમે નવા વર્ષમાં એક નિયમ  લઈ શકો ખરા? આ એવો નિયમ છે  જેનાથી તને ખુબ ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યની સાથેસાથે આર્થિક રીતે પણ સ્થિતિ સામાન્ય થશે. શક્ય છે કે ચા છોડીને તમે કરોડપતિ પણ બની શકો. એવું કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય. જો તમે ચા પર ખર્ચાતી રકમ બચાવી લો તો તમે પણ કરોડપતિ બની શકો છો. અમે તમને એ વિશે એક ફોર્મ્યૂલા જણાવીશું. 

સવાર-સાંજ ચા પીવાની આદત છોડો... તો તમે આટલા દિવસમાં બની જશો કરોડપતિ, જાણો કેવી રીતે 

ચાનું વધુ પડતું સેવન એ સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે. પણ આમ છતાં લોકો તે પીવાનું છોડી શકતા નથી. સવારની શરૂઆત ચાથી થાય છે. અને સાંજે મોડે સુધી આ સિલસિલો ચાલુ રહે છે. કેટલાક લોકોનું તો એવું હોય છે કે કઈ કામ ન હોય તો ચાલો ચા પી લઈએ. ખાસ કરીને ઓફિસોમાં આ આદત સામાન્ય હોય છે. આખરે જે વસ્તુ સ્વાસ્થ્ય માટે સારી નથી તે સ્વાસ્થ્યની સાથે આર્થિક સંતુલન પણ બગાડી શકે તો કેમ છોડી શકતા નથી?

દેશમાં હાલ ચાની વાત કરીએ તો 10 રૂપિયામાં એક કટિંગ ચા સામાન્ય રીતે મળતી હોય છે. એક સામાન્ય માણસ દિવસમાં બેવાર ચા ચોક્કસ પીતા હોય છે. એટલે કે ઓછામાં ઓછા 20 રૂપિયા ચા પર રોજ ખર્ચ કરે છે. કેટલાક લોકો તો દિવસમાં અનેકવાર ચા પીતા હોય છે. જો ઘરમાં ચા પીઓ તો ચા, ખાંડ, દૂધ વગેરે પાછળ ખર્ચ થતો હોય છે. કદાચ તમે જોડતા ના હોવ  પણ એ ખર્ચ થતો હોય છે. 

પરંતુ શું તમે નવા વર્ષમાં એક નિયમ  લઈ શકો ખરા? આ એવો નિયમ છે  જેનાથી તને ખુબ ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યની સાથેસાથે આર્થિક રીતે પણ સ્થિતિ સામાન્ય થશે. શક્ય છે કે ચા છોડીને તમે કરોડપતિ પણ બની શકો. એવું કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય. જો તમે ચા પર ખર્ચાતી રકમ બચાવી લો તો તમે પણ કરોડપતિ બની શકો છો. અમે તમને એ વિશે એક ફોર્મ્યૂલા જણાવીશું. 

કરોડપતિ બનવાનો ફોર્મ્યૂલા!
જો તમે રોજ બે કપ ચા બહાર પીતા હોવ તો તેના પર ઓછામાં ઓછા 20 રૂપિયા ખર્ચ કરતા હશો. એટલે કે મહિને 600 રૂપિયા ખર્ચાતા હોય. આ પૈસા તમે ચા પર ન વાપરો તો તમારી પાસે બચત થાય અને તમે તે પૈસા બચાવી બચાવીને 10 કરોડ રૂપિયા સુધી જમા કરી શકો છો. આજની  તારીખમાં દરેક જણ મ્યુચ્યુઅલ ફંડથી વાકેફ છે. તેનાથી દર મહિને રોકાણની સુવિધા મળે છે. તમે ચા પીવાનું છોડીને તેનાથી બચેલા પૈસાને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડે લાંબા સમયમાં જોરદાર રિટર્ન આપ્યું છે. સામાન્ય માણસને કરોડપતિ પણ બનાવ્યા છે. કેટલાક ફંડે તો 20 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણથી શક્ય
જો કોઈ યુવા 20 વર્ષની ઉંમરે ચાની આદત છોડીને રોજ 20 રૂપિયા બચાવે અને દર મહિને આ રીતે 600 રૂપિયા બચત કરે. આ રકમને મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને SIP કરવાની જરૂર છે. 20 રૂપિયા સતત 40 વર્ષ (480 મહિના) સુધી જમા કરવા પર 10 કરોડ રૂપિયાથી વધુ ભેગા કરી શકો છો. હિસાબ એ છે કે આ રોકાણ પર જો સરેરાશ 15 ટકા રિટર્ન મળે તો પછી 40 વર્ષ બાદ કુલ ફંડ 1.88 કરોડ રૂપિયાનું થઈ જાય છે. આ 40 વર્ષ દરમિયાન રોકાણકાર માત્ર 288000 રૂપિયા જમા કરશે. 600 રૂપિયાના માસિક SIP પર 20 ટકા રિટર્ન મળે તો 40 વર્ષ બાદ કુલ 10.21 કરોડ રૂપિયા જમા થઈ જશે. 

આ ઉપરાંત જો 30 વર્ષનો યુવક દરરોજ 30 રૂપિયા બચાવે, જે મહિને 900 રૂપિયા થઈ જાય. જો આ રકમને SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં 30 વર્ષ માટે લગાવે તો રોકાણમાં વાર્ષિક 10 ટકાનો વધારો કરે છે. તો તેને કુલ 1.35 કરોડ રૂપિયા મળશે. આ અનુમાન 15 ટકા વાર્ષિક રિટર્ન પ્રમાણે કરાયું છે. એટલે કે 30 વર્ષની ઉંમરમાં માસિક 900 રૂપિયા રોકાણ કરીને 60ની ઉંમરમાં કરોડપતિ બનવું શક્ય છે. આવામાં ચાની આદત છોડીને કરોડપતિ બનાવાનો રસ્તો તમે પણ પસંદ કરી શકો છો. 

 (Disclaimer: નોંધનીય છેકે મ્યુચ્યુઅલ ફંડમાં ચક્રવૃદ્ધિ વ્યાજ મળવાથી નાના રોકાણમાં પણ લોંગ ટર્મ મોટું ફંડ તૈયાર થાય છે. જો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર જોખમ હોય છે. આથી રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લો. )

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news