ઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂ

Medicamen Organics NSE SME IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
 

ઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂ

Medicamen Organics NSE SME IPO: જો તમે પણ કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આગામી સપ્તાહે વધુ એક મોટી કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ મેડિકામેન ઓર્ગેનિક્સ (Medicamen Organics IPO) નો છે. રોકાણ માટે આ આઈપીઓ 21 જૂને ઓપન થશે અને ઈન્વેસ્ટર 25 જૂન સુધી પૈસા લગાવી શકે છે. મેડિકામેન ઓર્ગેનિક્સ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 34 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

શું છે ડિટેલ?
આઈપીઓની લોટ સાઇઝ 4,000 શેર છે અને રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા ₹136,000 નું રોકાણ કરવું પડશે. મેડિકામેન ઓર્ગેનિક્સ આઈપીઓ એક એસએમઈ આઈપીઓ છે. આઈપીઓમાં એલોટમેન્ટ 26 જૂન છે અને લિસ્ટિંગની તારીખ 28 જૂન છે. મેડિકામેન ઓર્ગેનિક્સના શેર એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે. જીવાઈઆર કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ મેડિકામેન ઓર્ગેનિક્સ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે કેફિન ટેક્નોલોજી આઈપીઓ રજીસ્ટ્રાર છે. મેડિકામેન ઓર્ગેનિક્સે FY23 માં 22.96 કરોડના રેવેન્યૂ પર 95.78 લાખનો નફો મેળવ્યો હતો. 

શું ચાલી રહ્યો છે GMP?
શેર બજાર એનાલિસ્ટ અનુસાર મેડિકામેન ઓર્ગેનિક્સ જીએમપી આજે 60 રૂપિયા પ્રતિ શેર છે. મેડિકામેન ઓર્ગેનિક્સના શેર ગ્રે માર્કેટમાં પોતાની ઈશ્યૂ પ્રાઇઝથી 60 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યાં છે. કંપનીના શેર 94 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. તેનો મતલબ છે કે ઈન્વેસ્ટરોને 177 ટકાનો ફાયગો થઈ શકે છે. નોંધનીય છે કે બાલ કિશન ગુપ્તા કંપનીના પ્રમોટર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news