Online Fraud નો શિકાર થતાં 10 દિવસમાં પરત મળશે પૈસા, કરવું પડશે આ કામ
જો તમારી બેંક નક્કી સમયમર્યાદમાં ફરિયાદ ધ્યાને લેતી નથી તો રિઝર્વ બેંકના CMS પોર્ટલ એટલે કે કંપલેંટ મેનેજમેન્ટ સિસ્ટમ (Complaint Management System) માં ફરિયાદ નોંધાવી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: જો તમે ઓનલાઇન શોપિંગ કરતી વખતે કોઇ ફ્રોડનો શિકાર બનો છો તો ગભરાવવાની જરૂર નથી. બેંકને ફરિયાદ કરતાં 10 દિવસમાં તમને તમારા પૈસા પરત મળી શકે છે. જો તમારી બેંક નક્કી સમયમર્યાદમાં ફરિયાદ ધ્યાને લેતી નથી તો રિઝર્વ બેંકના CMS પોર્ટલ એટલે કે કંપલેંટ મેનેજમેન્ટ સિસ્ટમ (Complaint Management System) માં ફરિયાદ નોંધાવી શકો છો. તેમછતાં પણ બેંક જો ગ્રાહકની ફરિયાદનો ઉકેલ લાવતી નથી તો બેંક પર રિઝર્વ બેંક દંડ ફટકારી શકે છે.
RBI એ બે બેંકો પર લગાવ્યો દંડ
રિઝર્વ બેંકએ તાજેતરમાં જ ગ્રાહકોના હિતને સર્વોપરી રાખતાં બે મોટી બેંકો પર દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકએ એસબીઐ પર 1 કરોડ રૂપિયા, સ્ટાર્ડડ ચાર્ટર્ડ બેંક પર 1.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઇના અનુસાર એસબીઆઇએ કોમર્શિયલ બેંકો અને સિલેક્ટેડ નાણાકીય સંસ્થાઓ (Financial Institutions) તરફથી ગ્રાહકો સાથે થયેલી છેતરપિંડીના ફ્રોડ ક્લાસિફિકેશન અને તેમની રિપોર્ટિંગ કરવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું.
બેંકોએ કરી આ બેદરકારી
સ્ટાડર્ડ ચાર્ટર્ડ બેંકએ અનઓથરાઇઝ્ડ ટ્રાંજેક્શનની રકમ પરત કરવામાં મોડું કર્યું હતું. એટલા માટે રિઝર્વ બેંકે દંડ 1.95 કરોડ રૂપિયા ફટકાર્યો અને એસબીઆઇએ ગ્રાહક ખાતામાં ફ્રોડનું રિપોર્ટિંગમાં મોડું કર્યું હતું. તેના લીધે 1 કરોડ રૂપિયાનો દંડ બેંક પર લગાવ્યો હતો.
રિઝર્વ બેંકનું બેંકો અને ફાઇનેંશિયલ ઇંસ્ટિટ્યૂટ્સને સ્પષ્ટ સંદેશ છે કે ગ્રાહકોની ફરિયાદ પર સંજ્ઞાન ન લેતાં અને મોડું નિવારણ કરતાં દંડ ચૂકવવો પડશે. એટલા માટે બેંક સાથે જોડાયેલા ટ્રાંજેક્શન કરનાર લોકોને પણ પોતાના અધિકારીઓને જાણકારી આપવી જોઇએ.
ગ્રાહક જરૂર વર્તે સાવધાની
ગ્રાહકોને ઓનલાઇન શોપિંગ અથવા ટ્રાંજેક્શનના સમયે એલર્ટ રહેવાની જરૂરિયાત છે જેથી તે કોઇપણ પ્રકારના ફ્રોડના શિકાર થતાં બચે. જ્યારે ગમે ત્યારે તમે ઓનલાઇન શોપિંગ કરો તો હંમેશા પ્રયત્ન કરો કે જે કોમ્યુટર અથવા મોબાઇલ વડે પેમેન્ટ કરી રહ્યા છો તો તેમાં એન્ટીવારસ હાજર હોય. સાથે જ તમારું સોફ્ટવેર હંમેશા અપડેટ રહેવું પણ જરૂરી છે. તેના માટે ક્યારેય પણ બેકિંગ પાસવર્ડને પોતાના કોમ્યુટરમાં સેવ ન કરવો જોઇએ.
લોકડાઉન દરમિયાન ઓનલાઇન ફ્રોડ જેવા સાઇબર ગ્રાઇમ જેવા કેસમાં ખૂબ વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર ગત વર્ષે જ 2.7 કરોડથી વધુ લોકો આઇડેંટિટી હેકર્સનો ટાર્ગેટ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે