જો તમે SBIના કસ્ટમર છો તો થઇ જાઓ સાવધાન! બંધ થઇ રહી છે આ સર્વિસ

એસબીઆઇ જ્યાં તેમની વોલેટ બંધ કરવા જઇ રહી છે. ત્યાં ઇન્ટિગ્રેટેડ ડિજિટલ બેન્કીંગ પ્લેટફોર્મ SBI YONOને લોન્ચ કરી છે

જો તમે SBIના કસ્ટમર છો તો થઇ જાઓ સાવધાન! બંધ થઇ રહી છે આ સર્વિસ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ તેમની મોબાઇ વોલેટ SBI Buddy બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. દેશની સૌથી મોટી ઋણદાતા બેન્કમાં શુમાર એસબીઆઇના ગ્રાહકો માટે જાણકારી આપતા કહ્યું કે તેમણે તેમની મોબાઇલ વોલેટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બેન્ક તે વોલેટને પહેલા બંધ કરી ચુક્યા છે, જેમાં કોઇ બેલેન્સ હતું નહીં. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે જે ખાતામાં બેલેન્સ છે તેમને કંપની કઇ રીતે બંધ કરશે. બેન્કે તેમની સત્તાવાર વેબસાઇટ દ્વારા લોકોને જાણકારી આપી કે 30 નવેમ્બર સુધીમાં મોબાઇલ વોલેટ SBI Buddyને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે.

SBIએ 2015માં 13 ભાષામાં મોબાઇલ વોલેટ એપ SBI Buddy લોન્ચ કરી હતી. તેમાં માસ્ટરકાર્ડ સર્વિસ પ્રોવાઇડર અને જ્યારે Accenture ટેકનિક પાર્ટનર હતું. SBI મોબાઇલ વોલેટ લોન્ચ કરનાર પ્રથમ બેન્ક ન હતી. આ પહેલા HDFB પેઝેપ અને ICICI પોકેટ નામથી પોતાની મોબાઇલ વોલેટ લોન્ચ કરી ચુક્યા હતા. SBIની આ મોબાઇલ વોલેટ માત્ર SBI ગ્રાહકો માટે નહીં, પરંતુ આ એપ અન્ય બેન્કોના ગ્રાહકો માટે પણ ઉપલ્બધ હતી. 2017ના અંતમાં એસબીઆઇ વોલેટ પર 12.505 મિલિયન રજિસ્ટર્ડ યુઝર્સ હતા.

SBI Yono App

SBIએ લોન્ચ કરી SBI YONO
એસબીઆઇ જ્યાં તેમની વોલેટ બંધ કરવા જઇ રહી છે. ત્યાં ઇન્ટિગ્રેટેડ ડિજિટલ બેન્કીંગ પ્લેટફોર્મ SBI YONOને લોન્ચ કરી છે. ભારતમાં વધતા મોબાઇ ગ્રાહકો અને ટેક સેવી લોકોને ધ્યાનમાં રાખી SBIએ આ એપ લોન્ચ કરી છે. આ સાથે જ બેન્કે તેમના કસ્ટમર્સ એન્ગેજમેન્ટ વધારવા માટે રિલાયન્સ સાથે એક ડિલ કરી છે. આ ડિલ સાથે માય જિયો એપ તમને SBI અને જિયો પેમેન્ટ બેન્કની મદદથી નાણા સેવા આપી રહી છે.

ટોપ 5 ફાઇનેશિયલ એપમાં છે શામેલ
એસબીઆઇની યોનો, એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાં હાલ મુખ્ય 5 ફાઇનાશિયલ એપ્સમાંથી એક છે. યોનોને લોન્ચ કર્યા બાદ, એસબીઆઇએ આઇઆરસીટીસી, બુકમાઇશો, એસઓટીસી, એક્સપીડિયા, કિંડલ, બુકિંગ ડોટ કોમ અનો મોજાર્ટો સહીત 25 નવી ઇ મર્ચન્ટ્સને તેમાં શામેલ કર્યા છે. આ સાથે જ ટાટા મોટર્સ, હ્યુડાઇ, ફોર્ડ જેવી ઓટો કંપનીઓની સાથે યોનો પર ઉપલ્બધ મર્ચેન્ટ્સની કુલ સંખ્યા 85 સુધી પહોંચી ગઇ છે.

એસબીઆઇએ રિલાયન્સ જિયોની સાથે કરી કરાર
ગત મહિને બેન્કે એસબીઆઇ ગ્રાહકો માટે વિશેષ કનેક્ટિવિટી અને ડિવાઇસ સોલ્યૂશન જોગવાઈ કરવા માટે, રિલાયન્સ જિયોની સાથે ભાગીદારી કરી અને એક કરાર હસ્તાક્ષર કર્યા હતા. દેશમાં નાણા અને જીવન જરૂરીયાતની સેવાઓના ડિજિટાઇઝેશનમાં સુધારો કરવા તરફ યૉનો મોટો કૂદકો છે. આ એનાલિટિક્સનો લાભ ઉઠાવી 85 ઇ કોમર્સ પ્લેયર્સ દ્વારા કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓની ઓફર આપનાર પહેલી ડિજિટલ બેન્કીંગ પ્લેટફોર્મ છે. એન્ડ્રોયડ અને આઇઓએસવાળા મોબાઇલ ફોન અન વેબ બ્રાઉઝર દ્વારા આ એપ ડાઉન્લોડ કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news