પેમેન્ટ એપ્સની બેંક ખાતામાં નાણા જમા કરાવવા આનાકાની

ખાસ કરીને ડિપોઝિટ કરવાની સ્પેશિયલ કેટેગરીને લઈને હાલ સંઘર્ષ કરવો પડી રહ્યો છે

પેમેન્ટ એપ્સની બેંક ખાતામાં નાણા જમા કરાવવા આનાકાની

નવી દિલ્હી : લગભગ એક વર્ષ પહેલા પહેલી પેમેન્ટ બેન્કની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ડિપોઝિટ કરવાની સ્પેશિયલ કેટેગરીને લઈને હાલ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પેમેન્ટ બેન્કોને પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી નાના રકમને બેન્કમાં જમાં કરાવવાની મંજુરી આપવામાં આવી ચુકી છે. હાલ અગ્રણી ટેલિકોમ કંપનીઓએ લાયસન્સ લેવા માટે મંજુરી માંગી છે. RBIના આંકડા અનુસાર, એરટેલ પેમેન્ટ બેન્ક, ફિનો પેમેન્ટ બેન્ક, ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક અને પેટીએમ પેમેન્ટ બેન્ક જેવી ચાર બેન્કોએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને રૂ.ર૩૬.૪પ કરોડ જમા કરવાની માગ કરી છે. પેમેન્ટ બેન્ક માટે RBIએ પ્રતિ એકાઉન્ટ રૂ.એક લાખ સુધીની મર્યાદા મુકી છે અને ફિક્સ ડિપોઝિટ માટે મંજુરી આપવામાં આવી નથી.

ઉપરાંત પેમેન્ટ બેન્કને લોન આપવાની મંજુરી આપવામાં આવી નથી. સૌથી વધારે બેન્ક ખાતામાં ડિપોઝિટ કરવાની માગ એરટેલ પેમેન્ટ બેન્ક દ્વારા કરવામાં આવી રહી છે. એરટેલ પેમેન્ટ બેન્કે નવેમ્બર ર૦૧૬ના રોજ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો જેને જાન્યુઆરી ર૦૧૭માં કોમર્સિયલી કરવામાં આવ્યુ છે. સૌથી વધારે સપ્ટેમ્બર સુધીમાં રૂ.રર૪.૦૩ કરોડ એરટેલ પેમેન્ટ બેન્કે જમા કરાવ્યા હતાં. ફિનો પેમેન્ટ બેન્ક જુલાઈ ર૦૧૭થી શરૂઆત થઈ હતી અને તેને સપ્ટેમ્બર સુધીમાં રૂ.૬.૮ કરોડ જમાં કરાવ્યા છે. જ્યારે પેટીએમ પેમેન્ટ બેન્કે પોતાનું કાર્ય મે ર૦૧૭માં શરૂ કર્યુ હતુ જે સપ્ટેમ્બર ૩૦ સુધીમાં રૂ.૩.રપ કરોડ જમા કરવામાં આવ્યા છે.

પેમેન્ટ બેન્ક અને વોલેટ કંપનીઓમાં તફાવત છે કે પેમેન્ટ બેન્ક ડિપોજિટ લઈને તેના ઉપર વ્યાજની ચુકવણી કરે છે જ્યારે વોલેટ કંપનીઓ વ્યાજની ચુકવણી કરતી નથી. એરટેલ પેમેન્ટ બેન્ક લોન્ચ થઈ છે ત્યારે સૌથી વધારે ૭.રપ ટકા વ્યાજદરની ઓફર કરી રહી છે. જ્યારે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક ૪.પથી પ.પ ટકાની વચ્ચે તો પેટીએમ પેમેન્ટ બેન્ક ચાર ટકા વ્યાજની ઓફર કરે છે. ફિનો પેમેન્ટ બેન્કના ચીફ એક્ઝિકિટીવ ઓફિસરે કહ્યુ હતુ કે, અત્યારે કંપની ગ્રાહકો વધારવા પાછળ નહિં પરંતુ બજારમાં પોતાની હાજરી મજબૂત કરવાનું વિચારી રહી છે અને ગ્રાહકોનું ટ્રાન્જેક્શન મક્કમ ગતિએ વધી રહ્યુ છે. પેમેન્ટની વૃદ્ધિ થયા પછી ડિપોઝિટમાં ચોક્કસ પણે વધારો થવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news