Paytm IPO એ રોકાણકારોને રડાવ્યાં, દેશના સૌથી મોટા IPO નું લિસ્ટિંગ નિરાશાજનક
ઉલ્લેખનીય છેકે, Paytm IPOનો GMP લિસ્ટિંગના એક દિવસ અગાઉ નેગેટિવ ઝોનમાં ગયો છે, કારણ કે ફિનટેક કંપનીના શેર્સ 30 રૂપિયાના ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે. તેમનું કહેવું છે કે Paytm IPOના GMPમાં છેલ્લામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં તે રૂ. 150થી ઘટીને રૂ. 30ના સ્તરે આવી ગયો છે. મંગળવારે ગ્રે માર્કેટમાં Paytm IPOની કિંમત શૂન્ય હતી.
- Patym IPOએ રોકાણકારોને નિરાશ કર્યા
IPO લિસ્ટ થતા જ રોકાણકારોને થયું નુકસાન
દેશના સૌથી મોટા IPOનું લિસ્ટિંગ નિરાશાજનક
BSE પર Patymના શેર 1955 રૂપિયા પર લિસ્ટ થયા
લિસ્ટ થતા જ BSEમાં શેર તૂટીને 1777.50 પર પહોંચ્યો
Trending Photos
નવી દિલ્હીઃ Paytm નો IPO સ્ટોક માર્કેટમાં નવી આશાનું કિરણ ન બની શક્યો. બલ્કે પેટીએમના નિરાશાજનક લિસ્ટિંગે રોકાણકારોને રાતાપાણીએ રડાવ્યાં. મોટા રોકાણકારોથી માંડીને સ્મોલ ઈન્વેસ્ટર્સ દરેકની આ આઈપીઓ પર નજર હતી. જોકે, દેશના સૌથી મોટા આઈપીઓએ નિરાશાજનક લિસ્ટિંગ સાથે ખુલતાં સંખ્યાબંધ લોકોને આઘાત લાગ્યો છે. અને રોકાણકારોની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે.
Patym IPOએ રોકાણકારોને નિરાશ કર્યા છે. IPO લિસ્ટ થતા જ રોકાણકારોને થયું નુકસાન છે. દેશના સૌથી મોટા IPOનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું. BSE પર Patymના શેર 1955 રૂપિયા પર લિસ્ટ થયા છે. લિસ્ટ થતા જ BSEમાં શેર તૂટીને 1777.50 પર પહોંચ્યો છે. MSE પર Patymના શેર 1950 રૂપિયા પર લિસ્ટ થયા છે. લિસ્ટ થતા જ MSEમાં શેર તૂટીને 1776 પર પહોંચી ગયો છે. IPOના નિરાશાજનક લિસ્ટિંગથી રોકાણકારોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે, Paytm IPOનો GMP લિસ્ટિંગના એક દિવસ અગાઉ નેગેટિવ ઝોનમાં ગયો છે, કારણ કે ફિનટેક કંપનીના શેર્સ 30 રૂપિયાના ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે. તેમનું કહેવું છે કે Paytm IPOના GMPમાં છેલ્લામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં તે રૂ. 150થી ઘટીને રૂ. 30ના સ્તરે આવી ગયો છે. મંગળવારે ગ્રે માર્કેટમાં Paytm IPOની કિંમત શૂન્ય હતી.
Paytm IPOના લિસ્ટિંગના એક દિવસ અગાઉ જ તે નેગેટિવ ઝોનમાં જતાં ચિંતામાં વધારો થયો હતો. કેટલાક નિષ્ણાતો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) એ સંકેત આપે છે કે પબ્લિક ઈસ્યુના લિસ્ટિંગથી કેટલો નફો અપેક્ષિત છે.
બજારના નિષ્ણાતોના મતે, Paytm IPOનો GMP લિસ્ટિંગના એક દિવસ અગાઉ નેગેટિવ ઝોનમાં ગયો છે, કારણ કે ફિનટેક કંપનીના શેર્સ 30 રૂપિયાના ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે. તેમનું કહેવું છે કે Paytm IPOના GMPમાં છેલ્લામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં તે રૂ. 150થી ઘટીને રૂ. 30ના સ્તરે આવી ગયો છે. મંગળવારે ગ્રે માર્કેટમાં Paytm IPOની કિંમત શૂન્ય હતી. બજાર નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રે માર્કેટમાં પેટીએમના શેરના ભાવમાં ઘટાડો ચિંતાનો વિષય છે, કારણ કે તે સૂચવે છે કે પેટીએમના શેર નીચા ભાવ સાથે લિસ્ટ થઈ શકે છે. જોકે, તેમનું કહેવું છે કે સોમવારે શેરબજારમાં ભારે વેચવાલી પણ આજે પેટીએમના શેરમાં ઘટાડો અને નેગેટિવ ઝોનમાં પહોંચવાનું કારણ બની શકે છે.
લિસ્ટિંગ પહેલાં નિષ્ણાતોએ જે મત રજુ કર્યો હતો તે પણ જાણી લઈએ. બજારના નિષ્ણાતો કહે છે કે પબ્લિક ઈસ્યુનો GMP એ કંપનીના સ્ટોક લિસ્ટિંગ સાથે સંબંધિત સંકેત છે. Paytm IPO ની GMP આજે માઇનસ રૂ. 30 હોવાથી, તેનો અર્થ એ છે કે ગ્રે માર્કેટ પેટીએમ શેર રૂ. 2120 (₹ 2150 – ₹ 30) ના ભાવ બેન્ડ માટે રૂ. 2080 થી રૂ. 2150 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે લિસ્ટ થવાની અપેક્ષા રાખે છે. ડિજિટલ પેમેન્ટ અગ્રણી Paytmની પેરેન્ટ કંપની One 97 Communications નો IPO 7 નવેમ્બરના રોજ ખોલવામાં આવ્યો હતો. આ દ્વારા કંપનીની રૂ. 18,300 કરોડ એકત્ર કરવાની યોજના હતી. કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 2,080-2,150 રાખવામાં આવી હતી. કંપનીનો IPO 10 નવેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. Paytmનું મૂલ્ય 16 અબજ ડોલર છે. કંપનીની શરૂઆત 2010 માં કરવામાં આવી હતી. તે ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીઓમાંની એક છે. One97 કોમ્યુનિકેશનના સ્થાપક અને CEO Paytm IPOમાં રૂ. 402 કરોડના શેરનું વેચાણ કરશે.
GMP માં ઘટાડાના કારણો શું છે?
પેટીએમના આઈપીઓના જીએમપીમાં ઘટાડાના કારણો અંગે બજારના નિષ્ણાતો માને છે કે પબ્લિક ઈશ્યુને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. Paytm IPOના સબસ્ક્રિપ્શનના આંકડા અયોગ્ય લાગે છે. નિષ્ણાતોના મતે, ઊંચા મૂલ્યાંકન, મોટા ઇશ્યુ સાઈઝ, સતત નુકસાન અને પડકારજનક નફાના માર્જિન એવા પરિબળો હોઈ શકે છે જે રોકાણકારોને ચિંતિત કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે