Share Market Big News: સાવ તળિયે પહોંચી ગયો Paytmનો શેર! રાતાપાણીએ રોયા રોકાણકારો

Paytmના સ્થાપક વિજય શેખર શર્મા(vijay shekhar sharma)ની કંપનીમાં સ્ટેક વેલ્યુ 1 અબજ ડોલરથી ઓછી થઈ ગઈ છે. લિસ્ટિંગ બાદ શેરના મૂલ્યમાં ઘટાડો થઇ રહ્યો છે. Paytmના શેરમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે જ્યારે શેરબજારમાં તેજી આવી ત્યારે પણ પેટીએમના શેરે તેના રોકાણકારોને નિરાશ કર્યા હતા.

Share Market Big News: સાવ તળિયે પહોંચી ગયો Paytmનો શેર! રાતાપાણીએ રોયા રોકાણકારો

નવી દિલ્લીઃ મિત્રો શેર બજાર એક એવી વસ્તુ છેેકે, તેમાં લોકો પળવારમાં કરોડપતિ તો પલકના ઝબકારામાં રોડપતિ પણ બની શકે છે. ત્યારે કહેવાય છેને કે, લોભિયાઓ વસતા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. એ કહેવતને અનુરૂપ વધુ લોભ કરીને અંધાધૂંધ રોકાણ કરવું એ પણ ભૂલ ભરેલું કહી શકાય. હાલ શેરબજારમાં કંઈક આવી જ સ્થિતિ ઉભી થઈ છે. પેટીએમમાં ધૂમ કમાણી કરવાની આશાએ મોટું રોકાણ કરનારા રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણકે, Paytmનો શેર All Time Low સુધી સરક્યો છે. જેને કારણે રોકાણકારોએ 84,000 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે.

Paytmના સ્થાપક વિજય શેખર શર્મા(vijay shekhar sharma)ની કંપનીમાં સ્ટેક વેલ્યુ 1 અબજ ડોલરથી ઓછી થઈ ગઈ છે. લિસ્ટિંગ બાદ શેરના મૂલ્યમાં ઘટાડો થઇ રહ્યો છે. Paytmના શેરમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે જ્યારે શેરબજારમાં તેજી આવી ત્યારે પણ પેટીએમના શેરે તેના રોકાણકારોને નિરાશ કર્યા હતા. Paytmનો શેર પહેલીવાર રૂ. 850ની નીચે સરક્યો છે. ટ્રેડિંગના અંતે Paytmનો શેર 1.39 ટકા ઘટીને રૂ 851.50 પર બંધ થયો હતો.

One 97 Communications Ltd(Paytm)
Last Closing Price    851.25      −12.25 (1.42%)
Open    874
High    884.45
Low    840
Mkt cap    55.20TCr
52-wk high    1,955.00
52-wk low    840

પેટીએમના શેરનું જોરદાર વેચાણ ચાલુ છે. Paytmનો શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે અને ત્યારથી તેનું મૂલ્યાંકન 63 ટકાથી વધુ ઘટ્યું છે. મંગળવાર 15મી ફેબ્રુઆરી 2022 ના રોજ Paytm નો શેર ઘટીને રૂ 840 સુધી ઓલ ટાઈમ લો સ્તરે પહોંચી ગયો હતો. Paytm IPO  રૂ. 2150 પ્રતિ શેરના દરે સૌથી મોટો 18,800 કરોડનો આઈપીઓ લઈને આવ્યો હતો. લિસ્ટિંગ બાદ સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

Paytmના સ્થાપક વિજય શેખર શર્મા(vijay shekhar sharma)ની કંપનીમાં સ્ટેક વેલ્યુ 1 અબજ ડોલરથી ઓછી થઈ ગઈ છે. લિસ્ટિંગ બાદ શેરના મૂલ્યમાં ઘટાડો થઇ રહ્યો છે. Paytmના લિસ્ટિંગ પછી છેલ્લા ત્રણ મહિનામાં વિજય શેખર શર્માના શેરની કિંમત ઘટીને 1.5 અબજ ડોલર થઈ ગઈ છે. લિસ્ટિંગ પછી દરરોજ 128 કરોડનું તેમને નુકસાન સહન કરવું પડ્યું છે.

બ્રોકરેજ હાઉસને ડાઉનગ્રેડ કર્યા પછી પેટીએમનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ રૂ. 55,221 કરોડ છે. શેરબજારમાં લિસ્ટિંગ પહેલા પેટીએમના આઈપીઓની કિંમત રૂ. 2150 પ્રતિ શેર જેની માર્કેટ વેલ્યુ રૂ.1.39 લાખ કરોડ રૂપિયા હતી. વિદેશી બ્રોકરેજ હાઉસ મેક્વેરી કેપિટલએ Paytm માટે શેર દીઠ રૂ. 900નો લક્ષ્યાંક રાખ્યો હતો. Paytmનો સ્ટોક તેની પણ નીચે લપસી ગયો છે.

(નોંધ : શેરબજારમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી અને શેર માર્કેટ અંગે પ્રોપર જાણકારી લેવી આશ્યક છે. તેથી રોકાણ કરતા પહેલાં સાવધાન અને સચેત રહેવું જોઈએ.)

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news