રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, 1 લીટર પેટ્રોલ માટે આપવા પડશે આટલા રૂપિયા

રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, 1 લીટર પેટ્રોલ માટે આપવા પડશે આટલા રૂપિયા

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં જ્યાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે તો બીજી તરફ ડીઝલ પણ 29 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. રવિવારે દિલ્હીમાં પેટ્રોલ 70.95 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 65.45 રૂપિયા પ્રતિ લીટર ભાવ રહ્યો. તો બીજી તરફ દિલ્હીને અડીને આવેલા નોઇડામાં પેટ્રોલમાં 70.71 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 64.88 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. તમને જણાવી દઇએ કે દિલ્હીની તુલનામાં ગાજિયાબાદ અને નોઇડામાં ટેક્સ ઓછો હોવાથી પેટ્રોલ-ડીઝલ અપેક્ષાકૃત સસ્તુ મળી રહ્યું છે. મુંબઇમાં રવિવારે પેટ્રોલના ભાવ 76.58 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 68.53 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.

ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો યથાવત
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડ ઓઈલના ભાવ 54 ડોલર પ્રતિ બેરલને પાર કરી ચૂક્યા છે. તો બીજી તરફ બ્રેંટ ક્રૂદ પણ 62.70 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. 

શું કહે છે વિશેષજ્ઞો?
વિશેષજ્ઞોનું કહેવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાનો સિલસિલો જો આ પ્રકારે ચાલુ રહ્યો તો તેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડશે. તેમનું કહેવું છે કે પેટ્રોલની કિંમતમાં ટૂંક સમયમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો જોવા મળી શકે છે. આ પ્રકારે ડીઝલ પણ દિલ્હીમાં 67 રૂપિયા પ્રતિ લીટરના સ્તરને પાર કરી શકે છે. 

ક્રૂડમાં ઓઈલમાં તેજીના સંકેત
જાણકારોને આશા છે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં હજુ તેજી યથાવત રહેશે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. 27 ડિસેમ્બરથી સતત ક્રૂડ ઓઈલ મોંઘુ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. 

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news