Petrol-Diesel Price Today 06 January 2021: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો તમારા શહેરનો ભાવ

29 દિવસો બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ પહેલાં 8 ડિસેમ્બરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નહોતો. જેનાથી લોકોને થોડી રાહત મળી હતી. જોકે, અત્યારે પણ જે ભાવ છે તે 2 વર્ષના સૌથી ઉંચા સ્તર પર છે. 

Petrol-Diesel Price Today 06 January 2021: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો તમારા શહેરનો ભાવ

નવી દિલ્લીઃ આજે 29 દિવસોના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 29 દિવસો સુધી કોઈ ફેરફાર નથી થયો. આના પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 6 દિવસ સુધી વધ્યાં હતાં. 

તમને જણાવી દઈએકે, માર્ચ પછી પહેલીવાર સપ્ટેમ્બરમાં ડીઝલના ભાવમાં કાપ મુકવામાં આવ્યો હતો. ત્યારે તેલ માર્કેટિંગ કંપનીઓએ 82 દિવસો સુધી ભાવમાં ફેરફાર નહોંતો કર્યો. તેમને વધેલી રેકોર્ડ એક્સાઈઝ ડ્યૂટીને તેલના ગગડી રહેલાં ભાવ સાથે એડજસ્ટ કરવાની હતી. 

જોકે, 20 નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 17 વાર વધારો કર્યો છે. દિલ્લીમાં પેટ્રોલનો ભાવ આ 17 દિવસો દરમિયાન 2.65 રૂપિયા પ્રતિ લીટર વધી હતી. જ્યારે ડીઝલનો ભાવ 3.40 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો થયો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવ આ સ્તર પર સપ્ટેબર 2018માં ગયા હતા. 

આજે 29 દિવસ બાદ દિલ્લીમાં પેટ્રોલ 25 પૈસા મોંઘું થયું છે. જ્યારે ડીઝલ 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. દિલ્લીમાં પેટ્રોલ 83.71 રૂપિયાથી વધીને 83.97 રૂપિયા, મુંબઈમાં 90.34 રૂપિયાથી વધીને 90.60 રૂપિયા, કોલકાતામાં 85.19 રૂપિયાથી વધીને 85.44 રૂપિયા અને ચેન્નઈમાં પેટ્રોલ 86.51 રૂપિયાથી વધીને 86.75 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

4 મેટ્રો શહેરોમાં  Petrol નો ભાવ
શહેર        ગઈકાલનો ભાવ    આજનો ભાવ

દિલ્લી        83.71            83.97
મુંબઈ        90.34            90.60
કોલકાતા    85.19            85.44
ચેન્નઈ        86.51            86.75

4 મેટ્રો શહેરોમાં  Diesel નો ભાવ
શહેર        ગઈકાલનો ભાવ    આજનો ભાવ

દિલ્લી        73.87            74.12
મુંબઈ        80.51            80.78
કોલકાતા    77.44            77.70
ચેન્નઈ        79.21            79.46

જાતે જાણો તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ
તમે SMSના માધ્યમથી પણ પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જાતે જાણી શકો છો. ઈંડિયન ઓઈલે આપને આ સુવિધા આપેલી છે. તમે તમારા મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલનો કરંટ ભાવ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ હોય છે. જે તમને IOC પોતાની વેબસાઈટ પર આપે છે. 

રોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ
નિયમિત રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાય છે અને નવી કિંમત લાગૂ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને બાકી ઘણી બધી વસ્તુઓ જોડ્યા પછી તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news