સુરતની નવી સિવિલ બહાર 500 કોરોના વોરિયર્સનો હોબોળો, કહ્યું-અમારો પગાર આપો

બે મહિનાથી પગારથી વંચિત સુરત નવી સિવિલના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 500 જેટલા કોરોના વોરિયર્સે આજે હોસ્પિટલની બહાર મોરચો માંડ્યો છે. સવારથી આ તમામ કર્મચારીઓ હોસ્પિટલની બહાર મોરચો માંડીને બેસ્યા છે. જ્યા તેઓએ એક જ માંગણી કરી છે કે, આજે જ અમારો પગાર કરો. પગાર ન મળતા કામદારો હડતાળ પર ઉતર્યા છે. તો સાથે જ આજે જ પગાર આપવાની માંગ કરી રહ્યાં છે. છેલ્લા 15 દિવસ થી પગાર આપવાના વાયદા કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓના હોબાળાને પગલે સુરત પોલીસ પણ દોડતી થઈ છે. 
સુરતની નવી સિવિલ બહાર 500 કોરોના વોરિયર્સનો હોબોળો, કહ્યું-અમારો પગાર આપો

ચેતન પટેલ/સુરત :બે મહિનાથી પગારથી વંચિત સુરત નવી સિવિલના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 500 જેટલા કોરોના વોરિયર્સે આજે હોસ્પિટલની બહાર મોરચો માંડ્યો છે. સવારથી આ તમામ કર્મચારીઓ હોસ્પિટલની બહાર મોરચો માંડીને બેસ્યા છે. જ્યા તેઓએ એક જ માંગણી કરી છે કે, આજે જ અમારો પગાર કરો. પગાર ન મળતા કામદારો હડતાળ પર ઉતર્યા છે. તો સાથે જ આજે જ પગાર આપવાની માંગ કરી રહ્યાં છે. છેલ્લા 15 દિવસ થી પગાર આપવાના વાયદા કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓના હોબાળાને પગલે સુરત પોલીસ પણ દોડતી થઈ છે. 

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કોવિડ કેર સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ લાંબા સમયથી સેવા બજાવી રહ્યાં છે. આ કર્મચારીઓ 10 મહિનાથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. તેઓને બે મહિનાથી પગારથી વંચિત રાખવામાં આવ્યા છે. આ અંગે વારંવાર ફરિયાદ કરાયા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકાવાયો નથી. પગારની વાત કરાય તો કોન્ટ્રાક્ટર દ્વારા આંખ આડા કાન કરાય છે. ત્યારે આજે ગુસ્સે થયેલા કર્મચારીઓએ હોસ્પિટલની બહાર હોબાળો મચાવ્યો હતો. 500 થી વધુ કામદારો એકત્ર થઈને પગાર આપવાની માંગ કરી રહ્યાં છે. આ કામદારોમાં સૌથી વધુ મહિલા કર્મચારીઓ છે. 

જોકે આજે ફરી કર્મચારીઓ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા છે અને સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહારનો રસ્તો બ્લોક કર્યો છે. જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીંના નારા લગાવવામાં આવી રહ્યા છે.

એક મહિલા કર્મચારીએ મીડિયાને જણાવ્યું કે, ત્રણ મહિનાથી પગાર નથી મળી રહ્યો. આવી સ્થિતિમાં અમે કેવી રીતે ઘર ચલાવીએ. કોન્ટ્રાક્ટર અમને તારીખો આપ્યા કરે છે, પણ પગાર આપતો નથી. તો અન્ય એક મહિલા કર્મચારી બોલ્યા, અમે પગાર માંગવા જઈએ તો કહે છે કે ઉપરથી પગાર નથી આવ્યો. કોન્ટ્રાક્ટર સાંત્વના આપે છે, પણ પગાર આપતો નથી. પગાર પણ અમને આખો અપાતો નથી. રજા પણ કાપી લે છે. કાપીને પગાર આપે છે તેમ છતા પગાર આપવામાં ધાંધિયા કરાય છે. 

તો બીજી તરફ, કોન્ટ્રાક્ટર દ્વારા એકાઉન્ટ શરૂ કરીને પગાર આપવાની વાત કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે કહ્યું કે, બે દિવસમાં થઈ જશે. પરંતુ કર્મચારીઓ આજે પગાર ચૂકવવાની માંગ પર અડગ છે. 

કર્મચારીઓની હડતાળથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્ટ્રેચર પણ દર્દીઓના પરિવારજનો દ્વારા ખેંચીને લઈ જવાયા હતા. તો અનેક દર્દીઓ અટવાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news