પોતાને ઝેર અપાયાનો દાવો કરનાર ISROના વૈજ્ઞાનિક તપન મિશ્રાનો Exclusive ઈન્ટરવ્યૂ

ઈસરોના વૈજ્ઞાનિકે પોતાને ઝેર આપવાની વાત કહેતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ઈસરો  (ISRO) ના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટથી દાવો કર્યો કે, તેઓને વર્ષ 2017 માં ઝેર આપીને મારવાનો પ્રયાસ કરાયો હતો. તપન મિશ્રા (Tapan Misra) એ આરોપ લગાવ્યો કે, તેઓને 23 મે, 2017ના રોજ ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારે આ ખુલાસા બાદ તપન મિશ્રાએ ઝી 24 કલાક સાથે વાત કરી હતી. ઝી 24 કલાક સાથેના એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂમાં તેઓએ અનેક મોટા ખુલાસા કર્યાં. 

પોતાને ઝેર અપાયાનો દાવો કરનાર ISROના વૈજ્ઞાનિક તપન મિશ્રાનો Exclusive ઈન્ટરવ્યૂ

અતુલ તિવારી/અમદાવાદ :ઈસરોના વૈજ્ઞાનિકે પોતાને ઝેર આપવાની વાત કહેતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ઈસરો  (ISRO) ના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટથી દાવો કર્યો કે, તેઓને વર્ષ 2017 માં ઝેર આપીને મારવાનો પ્રયાસ કરાયો હતો. તપન મિશ્રા (Tapan Misra) એ આરોપ લગાવ્યો કે, તેઓને 23 મે, 2017ના રોજ ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારે આ ખુલાસા બાદ તપન મિશ્રાએ ઝી 24 કલાક સાથે વાત કરી હતી. ઝી 24 કલાક સાથેના એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂમાં તેઓએ અનેક મોટા ખુલાસા કર્યાં. 

આગામી 25 દિવસમાં તપન મિશ્રા નિવૃત્ત થવાના છે. ત્યારે નિવૃત્તિના 25 દિવસ પહેલા જે તેઓએ પોતાના પ્રમોશન સમયે ઝેર અપાયુ હોવાનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે, મારા જીવનનો ખતરો છે. મને નાસ્તો ખાધા બાદ તકલીફ થતી હતી. જેથી માલૂમ પડ્યુ કે મને ઝેર અપાતુ હતું. હુ ઉભો પણ રહી શક્તો નથી. મારા પગમાં બહુ જ તકલીફ થઈ રહી છે. મને સિક્યુરિટીવાળાઓએ જાણ કરી હતી કે, મને ઝેર અપાયુ હતું. 

આવા પ્રકારની ઘટના કોણ કરી શકે તે વિશે તેઓએ કહ્યું કે, કોઈ તમને ડરાવી ઘમકાવીને રૂપિયા લે, તમને કોઈ પત્થર મારે તો, કોઈ બંદૂકથી ગોળી મારે તો સમજી શકાય. પણ આ પ્રકારનું ઝેર આપણા દેશમાં બનતુ નથી. તેથી તમને આપોઆપ ડાઉટ થશે કે જે લોકો આ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરે છે તે લોકો જ આવુ કરી શકે છે.

ઈન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે, રિસર્ચને રોકવા, માણસને હટાવવા, લીડરશિપને હટાવવા તો સંસ્થાની ગતિ ઘટી જાય છે. હું એ મુદ્દે જવા માંગતો નથી. એ સિક્યુરિટી એજન્સીએ નક્કી કરવાનું છે કે કેવી રીતે થયું અને કેમ થયું. કોઈ ઘટના બને તો તે એક-બે વ્યક્તિ સુધી સીમિત નથી હોતી. કેટલાક છોકરાઓ કહે છે, જ્યારે તપન સર સાથે આવુ થયુ તો અમારી સાથે કેવુ થશે. તેથી તેઓ છોડીને જતા રહે છે. શરમને કારણે લોકો મોઢુ બંધ રાખે છે. આવી ઘટનાથી ઈસરોનું નામ બગડશે એવુ વિચારીને અમે મોઢુ બંધ થશે તો આવુ કરનારાઓને વધુ પ્રોત્સાહન મળશે. 

ISRO वैज्ञानिक Tapan Misra का सनसनीखेज खुलासा, उन्हें जहर देकर की गई मारने की कोशिश

બેંગલોરમાં ઝેર અપાયુ હોવાનો ખુલાસો
તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો કે, બેંગલુરુમાં એક ઈન્ટરવ્યૂના સમયે તેમને આપવામાં આવેલા નાસ્તામાં ઝેર મિક્સ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેઓએ સિક્યોરિટી એજન્સીની તપાસ કરવાની અપીલ કરી છે અને તેઓ જાણવા માંગે છે કે આખરે તેઓને ઝેર કોણે આપ્યું અને કેમ આપવામાં આવ્યું. 31 જાન્યુઆરીના રોજ રિટાયર્ડ થનારા તપન મિશ્રા આખરે ખૂલીને બોલ્યા કે, હું ઈચ્છુ છું કે લોકોને આ વિશે માલૂમ પડે અને હું મરી જઉ તો બધાને ખબર પડે કે મારી સાથે શુ થયું હતું. 

હું ભાગ્યશાળી છું કે મારું મોત ન થયું - તપન મિશ્રા 
તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, 23 મે, 2017ના રોજ તેઓને શરીર માટે ઘાતક એવું આર્સેનિક ટ્રાઈઓક્સાઈડ આપવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે, તેઓને જે ઝેર આપવામાં આવ્યું છે, તે ઈનઓર્ગેનિક આર્સેનિક હતું અને તે વ્યક્તિનો જીવ લેવા માટે પૂરતું છે. હું ભાગ્યસાળી છું કે, મારું મોત ન થયું. કેમ કે, આ ઝેર બાદ કોઈ બચી શક્તુ નથી. આ ઘટના બાદ મારે સતત બે વર્ષ સુધી સારવાર કરવી પડી હતી. એઈમ્સના તબીબો દ્વારા આપવામાં આવેલ મેડિકલ રિપોર્ટને પણ તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news