પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો, જાણો આજનો ભાવ
દિલ્હીમાં પેટ્રોલના ભાવ 22 જાન્યુઆરીને વધારી 71.27 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે, જોકે આ વર્ષે અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર પર છે, ત્યારબાદ ભાવ ઘટવાનો દૌર યથાવત રહ્યો. ડીઝલના ભાવમાં આ મહિને બીજીવાર વધારો થયો છે.
Trending Photos
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ગત થોડા દિવસોથી ચાલી રહી તેજીના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે ફરી વધારો નોંધાયો છે. પેટ્રોલના ભાવ 2 દિવસ બાદ વધ્યા છે, જ્યારે ડીઝલન ભાવ 3 દિવસની સ્થિરતા બાદ વધ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં 5 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ડીઝલના ભાવમાં પછી દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં 6 પૈસા, જ્યારે ચેન્નઇમાં 7 પૈસા લીટર મોંધુ થઇ ગયું છે.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ 22 જાન્યુઆરીને વધારી 71.27 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે, જોકે આ વર્ષે અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર પર છે, ત્યારબાદ ભાવ ઘટવાનો દૌર યથાવત રહ્યો. ડીઝલના ભાવમાં આ મહિને બીજીવાર વધારો થયો છે.
ઇંડિયન ઓઇલની વેબસાઇટ પરથી મળતી માહિતી અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં સોમવારે પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 70.33 રૂપિયા, 72.44 રૂપિયા, 75.97 રૂપિયા અને 73 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ વધારા બાદ ક્રમશ: 65:62 રૂપિયા, 67.40 રૂપિયા, 68.71 રૂપિયા અને 69.32 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 67.80 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.58 રૂપિયા પ્રતિ લીટર
ગાંધીનગર
પેટ્રોલ: 67.96 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.74 રૂપિયા પ્રતિ લીટર
સુરત
પેટ્રોલ: 68.02 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.82 રૂપિયા પ્રતિ લીટર
વડોદરા
પેટ્રોલ: 67.66 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.44 રૂપિયા પ્રતિ લીટર
રાજકોટ
પેટ્રોલ: 68.02 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.81 રૂપિયા પ્રતિ લીટર
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.
એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે