Pidilite Success Story: દર કલાકે એક કરોડનો સેલ, નાના પાયે શરૂઆત કરી આ ગુજરાતી બન્યા માર્કેટ કિંગ

Pidilite Success story: વર્ષ 1998માં જો તમે ફેવિકોલની મૂળ કંપની પિડીલાઈટમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ 4 કરોડ રૂપિયા હોત.
 

Pidilite Success Story: દર કલાકે એક કરોડનો સેલ, નાના પાયે શરૂઆત કરી આ ગુજરાતી બન્યા માર્કેટ કિંગ

નવી દિલ્હીઃ Pidilite Success Story- એક જમાનામાં લાકડાના ગોડાઉનમાં પટ્ટાવાળાની નોકરી કરનાર ફેવિકોલના સંસ્થાપક બલવંત રાય પારેખ ગરીબીને કારણે પોતાના પરિવારની સાથે તે જગ્યાએ રહેતા હતા. આજે Pidilite ની બ્રાન્ડ ફેવિકોલ દરરોજ 29 કરોડ અને એક કલાકની 1 કરોડ રૂપિયાની સેલની સાથે વર્ષે 1 લાખ કરોડનું વેચાણ કરે છે. બલવંતરાય પારેખના ફેવિકોલ માર્કેટની વેલ્યૂ આજે 1.28 લાખ કરોડ રૂપિયા છે. વર્ષ 1998માં જો તમે ફેવિકોલની મૂળ કંપની Pidilite માં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ 4 કરોડ રૂપિયા હોત.

1 જાન્યુઆરી 1999ના પિડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર 6.26 રૂપિયાના લેવલ પર હતા. જો કોઈ વ્યક્તિએ તે સમયે આ કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને પિડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝના 16000થી વધુ શેર મળ્યા હોત. છેલ્લા 24 વર્ષના સમયગાળામાં પિડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકે 40000 ટકાનું રિટર્ન આપ્યું છે અને આ સમયે પિડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝના શેર 2559 રૂપિયા આસપાસ ડ્રેજ કરી રહ્યાં છે. 

બલવંતરાય પારેખની પિડીલાઇટ ફેવિકોલ બનાવે છે. પિડીલાઈટની પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કાગળથી લઈને ફર્નીચર, સીમેન્ટની ટાઈલ્સ ચોંકાટવી કે છત પર વોટરપ્રૂફ જેવા દરેક કામ માટે વિકલ્પ હાજર છે. 

જેમ ટૂથપેસ્ટને કોલગેટ અને પાણીને બિસલેરી કહેવામાં આવે છે, તેમ ગમે તે વસ્તુ ચોંટાડવા માટે ફેવિકોલ નામનો ટર્મ યૂઝ થાય છે. પ્રોડક્ટ, પેકેજિંગ, માર્કેટિંગ અને ફાઈનાન્સના શાનદાર લેશન આપી બલવંતરાય પારેખે ફેવિકોલને સ્થાપિત કરી છે. 

દુર્ગંધવાળા ગુંદરનો વિકલ્પ
આજે બલવંત રાય પારેખની નેટવર્થ 90,000 કરોડ રૂપિયા છે. ફેવિકોલની શરૂઆત પહેલા ફર્નીચર ચોંટાડવા માટે જાનવરોની ચરબીમાંથી ગુંદર બનાવવામાં આવતો હતો. કારપેન્ટરનો દિવસ તેને બનાવવામાં જતો રહેતો હતો. ત્યારબાદ પણ તે કટાઉ નહોતું. તેને તૈયાર કરવામાં આવતી દુર્ગંધને કારણે કારપેન્ટર  તેને બનાવતા ખચકાતા હતા. પછી બલવંત રાય પારેખે તેનું સમાધાન કાઢવાનું વિચાર્યું. 

આસપાસની સમસ્યાથી બિઝનેસ આઈડિયા
Pidilite ના સંસ્થાપક પારેખે એક સિંથેટિક રેસિનથી ચોંટાડાતી વસ્તુ ફેવિકોલ બનાવી દીધુ. એનિમલ ફેટથી બનનાર ગુંદરની તુલનામાં તે 10 ગણી વધુ મજબૂત હતી અને કાર્પેન્ટર તેને ટ્રાય કરી તો તેને આ પ્રોડક્ટ ખુબ પસંદ આવી. બલવંત રાય પારેખની આ પ્રોડક્ટ જ્યારે હિટ કરી ગઈ તો 1959માં પારેખે ડાયકેમ નામથી એક કંપની શરૂ કરી દીધી. બાદમાં આ કંપની પારેખ ડાયકેમ લાઇટ બની અને પછી તે પિડીલાઈટ બની ગઈ. 

સીધી કારપેન્ટર સુધી પહોંચ
એકવાર પ્રોડક્ટ સામે આવ્યા બાદ તેના વેચાણમાં સમસ્યા આવી. ફેવિકોલ જેવી શાનદાર પ્રોડક્ટના વેચાણ માટે બલવંત રાય પારેખે ડિસ્ટ્રીબ્યૂશન માટે હોલસેલર, ડિસ્ટ્રીબ્યૂટર, દુકાનદાર અને ગ્રાહકોવાળી ટ્રેડિશનલ ચેનને ખતમ કરી દીધી. બલવંત રાય પારેખે સૌથી પહેલા કારપેન્ટરને સીધી પોતાની પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યું. 

તેની પાછળ તર્ક હતો કે ગ્રાહક સોફા, ટેબલ કે દરવાજો ખરીદે કે બનાવે તો તેમાં કયો ગુંદર લાગે છે, તેનાથી ગ્રાહકને કોઈ મતલબ નથી. જો તમ સોફો બનાવી રહ્યાં છે તો કારપેન્ટર જે સામાન્ય બનાવે છે, તમે ત્યાંથી લાવો છે. આ ચેનમાં સૌથી વધુ મહત્વ કારપેન્ટરનું છે. તેમણે સીધી કારપેન્ટર પાસે માર્કેટિંગ શરૂ કર્યું. પિડીલાઈટના ફાઉન્ડરે શરૂઆતમાં એક-એક કારપેન્ટરને પકડ્યા અને તેને માલ વેચવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે બલવંત રાય પારેખનો આ આઈડિયો સફળ થયો અને ફેવિકોલ માટુ માર્કેટ બની ગયું. 

કારપેન્ટરની ક્લબ બનાવી
બલવંતરાય પારેખે કારપેન્ટરને બોલાવી તેની સાથે બેઠક, ચા-નાસ્તો, તીર્થ યાત્રા, કાઇટ ફેસ્વિટલ વગેરેની શરૂઆત કરી. તે કારપેન્ટરને નવી સ્કીલ શીખવાડવા, દુનિયાના નવા ટ્રેન્ડથી પરિચિત કરાવવા અને તેને બજારમાં ચાલી રહેલા ટ્રેન્ડની જાણકારી લેવાનું એક માધ્યમ બન્યું. કારપેન્ટરની આ પ્રકારની બેઠકમાં તેમણે નવી પ્રોડક્ટ પણ લોન્ચ કરવાનું શરૂ કરી દીધુ. તેમને તેનાથી તે પણ ખ્યાલ આવતો હતો કે માર્કેટમાં આ સમયે શું ચાલી રહ્યું છે. એકવાર જ્યારે કારપેન્ટરે તેમને જણાવ્યું કે ફર્નીચરમાં પાણી લાગી જાય છે તો તેમાં સમસ્યા થાય છે, પછી તેમણે ફેવીકોલ મરીન બનાવ્યું. કારપેન્ટર પાસે ફીડબેક લઈને તેમણે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાનું શરૂ કરી દીધુ. કારપેન્ટરની સાથે નવી પ્રોડક્ટ લોન્ચ કરી અને તેના દ્વારા તેનું માર્કેટિંગ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news