PM Kisan યોજનામાં થયો ફેરફાર! હવેખેડૂતોને નહી મળે આ મોટી સુવિધા, જાણો ડિટેલ

PM Kisan: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજના હેઠળ નવા વર્ષના પહેલા દિવસે 10મા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. હવે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2022માં મોટો ફેરફાર કર્યો છે. 

PM Kisan યોજનામાં થયો ફેરફાર! હવેખેડૂતોને નહી મળે આ મોટી સુવિધા, જાણો ડિટેલ

નવી દિલ્હી: PM Kisan: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજના હેઠળ નવા વર્ષના પહેલા દિવસે 10મા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. હવે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2022માં મોટો ફેરફાર કર્યો છે, જેની અસર 12 કરોડથી વધુ રજિસ્ટર્ડ ખેડૂતો પર પડશે. હકિકતમાં આ વખતે ખેડૂતો પાસેથી મોટી સુવિધા છીનવાઈ ગઈ છે. આવો જાણીએ સરકારમાં શું બદલાવ આવ્યો છે.

પીએમ કિસાનમાં મોટો ફેરફાર
કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ખેડૂતો રજિસ્ટ્રેશન બાદ તેમની સ્થિતિ, અરજીનું સ્ટેટસ શું છે, તમારા બેંક ખાતામાં કેટલા પૈસા આવ્યા અથવા ક્યારે આવ્યા વગેરે તપાસી શકતા હતા. પરંતુ, હવે ખેડૂતો આ કરી શકશે નહીં. અત્યાર સુધી કોઈ પણ ખેડૂત પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને તેનો આધાર નંબર, મોબાઈલ અથવા એકાઉન્ટ નંબર અથવા તેના હપ્તાની સ્થિતિ જાણી શકતો હતો. પરંતુ હવે ખેડૂતો પોતાના મોબાઈલ નંબર દ્વારા સ્ટેટસ જોઈ શકશે નહીં. હવે ખેડૂતો પોતાના આધાર અને બેંક ખાતા દ્વારા જ સ્ટેટસ ચેક કરી શકશે.

કેમ થયો ફેરફાર
જો કે તેનાથી ખેડૂતો પર જરૂર અસર પડશે. અગાઉ ખેડૂતના મોબાઈલ નંબર પરથી સ્ટેટસ ચેક કરવું સરળ હતું, જેના કારણે નુકસાન પણ થતું હતું. ખરેખર, ઘણા લોકો કોઈપણ મોબાઈલ નંબર પરથી સ્ટેટસ ચેક કરતા હતા અને ઘણી વખત અન્ય લોકો માહિતી લેતા હતા. આવી હરકતો રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ સિવાય આ સ્કીમમાં KYC પહેલાથી જ ફરજિયાત કરવામાં આવ્યું છે.

જાણો તેની પ્રોસેસ
1. આધાર આધારિત OTP વેરિફિકેશ માટે કિસાન કોર્નર 'EKYC' વિકલ્પ પર ક્લિક કરો.
2. બાયોમેટ્રિક વેરિફિકેશન માટે નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરો.
3. તમે તેને ઘરેબેઠા તમારા મોબાઈલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી તેન પૂર્ણ કરી શકો છો.
4. તેના માટે સૌથી પહેલા તમે https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ.
5. જમણી તરફ તમને આવા ટેબ્સ મળશે. સૌથી ઉપર તમને e-KYC લખેલું જોવા મળશે. તેના પર ક્લિક કરો.

તમારા હપ્તાનું સ્ટેટસ ચેક કરો
1. તમારા હપ્તાની સ્થિતિ જોવા માટે તમે પહેલા PM કિસાનની વેબસાઇટ પર જાઓ.
2. હવે જમણી સાઇડમાં ફાર્મર્સ કોર્નર (Farmers Corner) પર ક્લિક કરો.
3. ત્યારબાદ તમે બેનિફિશિયર સ્ટેટસ (Beneficiary Status) ઓપ્શન પર ક્લિક કરો.
4. હવે તમારી સાથે એક નવું પેજ ખુલશે.
5. અહીં તમે તમારો આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ એન્ટર કરો.
6. ત્યારબાદ તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.

શું છે પીએમ કિસાન યોજના
નોંધનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojna)હેઠળ દર વર્ષે 6,000 રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં મોકલવામાં આવે છે, જે દરેકને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતોના ખાતામાં 10 હપ્તા મોકલવામાં આવ્યા છે. જો હજુ સુધી તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા નથી, તો સૌથી પહેલા તમારું સ્ટેટસ અને બેંક એકાઉન્ટ ચેક કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news