દરરોજ 100 રૂપિયા બચાવી Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, 5 વર્ષમાં ભેગા થઈ જશે લાખો રૂપિયા
જો તમે મોટી રકમ રોકાણ ન કરી શકો તો નાની-નાની બચત કરી તેને રોકાણ કરો. તેનાથી પણ તમે મોટી રકમ ભેગી કરી શકો છો. જોખમ ફ્રી અને ચોક્કસ કમાણી કરવા માટે તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.
Trending Photos
Post Office Scheme: જો તમારે તમારૂ ભવિષ્ય સુરક્ષિત કરવું છે તો રોકાણ કરવું ખુબ જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા પ્રમાણે રોકાણ જરૂર કરવું જોઈએ કારણ કે તે તમારા પૈસાને વધારવાનું કામ કરે છે. ત્યાં સુધી કે ઘરના બાળકોને પણ બચતની સાથે રોકાણનું મહત્વ બાળપણથી સમજાવવું જોઈએ. જો તમે મોટી રકમનું રોકાણ ન કરી શકો તો નાની-નાની બચત કરી ઈન્વેસ્ટ કરો. તેનાથી તમે મોટી રકમ બનાવી શકો છો. જો તમે તમારા રોકાણને લઈને કોઈ જોખમ લેવા ઈચ્છતા નથી તો સરકારી સ્કીમ પસંદ કરી શકો છો.
જોખમ ફ્રી અને ચોક્કસ કમાણી કરાવનારી આવી એક સ્કીમ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (Post Office Recurring Deposit Account)છે. તેને પોસ્ટ ઓફિસ RD પણ કહેવામાં આવે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમ 5 વર્ષની છે. જો તમે દરરોજ માત્ર 100 રૂપિયા બચાવીને પણ તેમાં રોકાણ કરો તો 5 વર્ષમાં લાખો રૂપિયા ભેગા કરી શકો છો.
આ છે 100 રૂપિયાની બચતનો કમાલ
જો તમે દરરોજ 100 રૂપિયા બચાવો તો મહિને 3000 રૂપિયા થશે. આ રીતે તમે દર મહિને પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં 3 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો. દર મહિને 3 હજાર એટલે કે વર્ષે 36000 રૂપિયા જમા થશે. આ રીતે પાંચ વર્ષમાં કુલ 1,80,000 રૂપિયાનું રોકાણ કરશો. વર્તમાન સમયમાં આ સ્કીમમાં 6.8 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ રીતે તમને 5 વર્ષમાં 34,097 રૂપિયા વ્યાજ તરીકે મળશે અને મેચ્યોરિટી પર તમને 2,14,097 રૂપિયા મળશે. આ રીતે તમે નાની બચતથી મોટી રકમ ભેગી કરી શકશો. મહત્વનું છે કે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમે 100 રૂપિયાથી આરડી એકાઉન્ટ ખોલાવી શકો છો. તો તેમાં રોકાણની મહત્તમ કોઈ મર્યાદા નથી.
લોનની પણ સુવિધા
પોસ્ટ ઓફિસમાં RD એકાઉન્ટ પર તમે જરૂરીયાતના સમયે લોન પણ લઈ શકો છો. નિયમ પ્રમાણે 12 હપ્તા જમા કર્યા બાદ એકાઉન્ટમાં જમા રકમના 50 ટકા સુધીની લોન લઈ શકો છો. લોન રીપેમેન્ટ એક સાથે અથવા હપ્તામાં કરવાની સુવિધા છે. લોનનું વ્યાજ આરડી પર મળનાર વ્યાજથી 2 ટકા વધુ હશે. તેમાં નોમિનીની પણ સુવિધા છે.
એક્સટેન્ડ પણ કરાવી શકો છો આરડી
જો તમે પાંચ વર્ષ બાદ પણ આરડીનો ફાયદો લેવા ઈચ્છો છો તો તેના આગામી પાંચ વર્ષ એક્સટેન્ડ કરાવી શકો છો. એક્સટેન્ડેડ એકાઉન્ટમાં તે વ્યાજ મળશે જે ખાતું ખોલાવવા સમયે લાગૂ હતું. એક્સટેન્ડ કરવામાં આવેલા એકાઉન્ટને એક્સટેન્શન દરમિયાન ગમે ત્યારે બંધ કરાવી શકાય છે. આમાં, RD એકાઉન્ટનો વ્યાજ દર સંપૂર્ણ વર્ષો માટે લાગુ થશે અને એક વર્ષથી ઓછા વર્ષો માટે, બચત ખાતા મુજબ વ્યાજ આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો તમે 2 વર્ષ અને 6 મહિના પછી વિસ્તૃત ખાતું બંધ કરો છો, તો 2 વર્ષમાં તમને 6.7 ટકાના દરે વ્યાજ મળશે, જ્યારે 6 મહિનાની રકમ પર, તમને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ મુજબ વ્યાજ મળશે. 4% થી વ્યાજ મળશે.
મેચ્યોરિટી પહેલા બંધ કરાવવાના નિયમ
જરૂર પડવા પર તમે તેને ખાતુ ખોલાવવાની તારીખથી ત્રણ વર્ષ બાદ વચ્ચે બંધ કરાવી સકો છો. પરંતુ તમે આ એકાઉન્ટને જો મેચ્યોરિટી પીરિયડના એક દિવસ પણ બંધ કરાવો છો તો તમને પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ બરાબર વ્યાજ આપવામાં આવે છે. વર્તમાનમાં પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પર 4 ટકા વ્યાજ મળી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે