PFF નો 15 વર્ષનો લોક ઈન પીરિયડ પુરો થશે, EPF જેટલા વ્યાજનો પણ પ્રસ્તાવ
PPF Investment: કેટલાંક સમય પહેલાં સરકારે અચાનક નાની બચત યોજનાઓ (Small Savings Schemes) જેવી કે PPF, NSC વગેરેના વ્યાજદરોમાં ભારે કાપ મુક્યો હતો. જોકે, એના બીજા જ દિવસે એને ભૂલ ગણાવીને એ કાપને પરત ખેંચી લીધો હતો.
Trending Photos
નવી દિલ્લીઃ PPF Investment:કેટલાંક સમય પહેલાં સરકારે અચાનક નાની બચત યોજનાઓ (Small Savings Schemes) જેવી કે PPF, NSC વગેરેના વ્યાજદરોમાં ભારે કાપ મુક્યો હતો. જોકે, એના બીજા જ દિવસે એને ભૂલ ગણાવીને એ કાપને પરત ખેંચી લીધો હતો. સરકારના આ નિર્ણયને SBI એ આવકાર્યો અને કહ્યુંકે, અત્યારે આપણે કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આ સાથે જ અર્થશાસ્ત્રીઓએ કેટલાંર સુજાવ પણ સરકારને આપ્યાં હતાં. જેમાં તેમણે જણાવ્યું હતુંકે, નાની બચત યોજનાઓમાં વ્યાજદર વધારવું જોઈએ. એસબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, આનાથી દરેકને લાભ થશે.
1) PPF નો 15 વર્ષનો લોક-ઈન પીરિયડ ઓછો થાય
PPF (Public Provident Fund)ને લઈને એક સુજાવ પણ આપવામાં આવ્યો છેકે, સરકારે PPF નો 15 વર્ષનો લોક-ઈન પીરિયડ ઓછો કરી દેવો જોઈએ. સાથે જ રોકાણકારોને એક નિયમ સમય અવધિમાં પોતાના પૈસા પરત લેવાની મંજૂરી આપવી જોઈએ. જેના માટે રોકાણકારોના ઈન્વેસ્ટમેન્ટમાં કાપના વિકલ્પ પર ચર્ચા કરવી જોઈએ. PPF માં વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પીપીએફને સરકારની સુરક્ષા મળે છે. તેનો મૂળ હેતુ અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર અને પોતાનો બિઝનેસ કરતા લોકોની નિવૃત્તિ સુરક્ષિત કરવાનો છે.
2) PPF, EPF ના વ્યાજદરની બરોબરી કરવી
SBI research એ કેન્દ્ર સરકારને ઈમ્પલોઈ પ્રોવિડેંટ ફંડ (EPF)અને પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF)ના વ્યાજદરોમાં સમાનતા લાવવાનો સુજાવ આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુંછેકે, EPF અને PPF ના વ્યાજદરોમાં સમાનતા હોવી જોઈએ. જેથી લોકો વધુમાં વધુ બચત કરવા માટે પ્રોત્સાહિત થાય.
3) સીનિયર સિટીજન સેવિંગ સ્કીમના વ્યાજ પર ટેક્સની છૂટ
એક સુજાવા એવો પણ આપવામાં આવ્યો છેકે, સીનિયર સિટીજન સેવિંગ સ્કીમ (Senior Citizen Savings Scheme) નું વ્યાજ પુરી રીતે ટેક્સ ફ્રી હોવું જોઈએ. SBI Ecowrap ની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, ફેબ્રુઆરી 2020 સુધી આ સ્કીમો અંતર્ગત આઉટસ્ટૈડિંગ 73,725 કરોડ રૂપિયા હતું. જો આના પર પુરી ટેક્સ છૂટ આપવામાં આવે તો સરકાર પર તેનો વધારે અસર નહીં પડે. સીનિયર સિટીજન સેવિંગ્સ સ્કીમ અંતર્ગત સીનિયર સિટીજન 15 લાખ રૂપિયા સુધી જમા કરી શકે છે. જેના પર 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે