સુકન્યા સમૃદ્ધિ, PPF... નાની બચત સ્કીમ પર વ્યાજદરની જાહેરાત, કઇ યોજના પર કેટલું મળશે વ્યાજ?

Small Saving Scheme Interest Rates: તમને જણાવી દઈએ કે સરકાર દર ક્વાર્ટરમાં આ વ્યાજ દરોની સમીક્ષા કર્યા બાદ તેમાં ફેરફાર કરે છે. સરકારે તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. 

સુકન્યા સમૃદ્ધિ, PPF... નાની બચત સ્કીમ પર વ્યાજદરની જાહેરાત, કઇ યોજના પર કેટલું મળશે વ્યાજ?

Small Saving Schemes: મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરે તેમને હોળી પર દિવાળીવાળી ભેટ આપી છે. હવે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના, પીપીએફ જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરનારાઓ માટે મોટી જાહેરાત કરી છે. જોકે મોદી સરકારની આ જાહેરાત બાદ નાની બચત યોજનાઓમાં રોકાણ કરનાર લોકોને નિરાશા મળી છે. સરકારે FY25 પહેલી ત્રિમાસિક માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર મળનાર વ્યાજદરમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. સરકારે વ્યાજદરોને અનચેંઝ્ડ રાખ્યા છે. એટલે કે જે અત્યારે જે વ્યાજ મળી રહ્યું છે, તે પહેલી ત્રિમાસિકમાં મળતું રહેશે. 

નાની બચત યોજનાઓ પર વ્યાજદરની જાહેરાત
સરકારે એપ્રિલથી જૂન ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને યથાવત રાખ્યો છે. તમને જણાવી દઈએ કે સરકાર દર ક્વાર્ટરમાં આ વ્યાજ દરોની સમીક્ષા કર્યા બાદ તેમાં ફેરફાર કરે છે. સરકારે તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય તરફથી નોટિફિકેશન જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી છે.

30 જૂન સુધી આ જ વ્યાજદર
સરકારે વ્યાજદરને જે જસના તસ રાખ્યા છે. 30 જૂન સુધી આ જ વ્યાજદર રહેશે. આ જાહેરાત બાદ સીનિયર સિટીજન્સ સેવિંગ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC),પીપીએફ (PPF), કિસાન વિકાસ પત્ર (KVP) અને સુકન્યા સમૃદ્ધિ યોજના  (SSY) જેવી સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરનાર લોકો નિરાશા હાથ લાગી છે. 

કઇ યોજના પર કેટલું મળશે વ્યાજ?

સીનિયર સિટીજન્સ સેવિંગ સ્કીમ 8.2% 
મંથલી ઇનકમ એકાઉન્ટ 7.4 %
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 7.7 %
પબ્લિક પ્રોવિડેંટ ફંડ 7.1 %
કિસાન વિકાસ પત્ર 7.5 %
મંથલી ઇનકમ યોજના 7.4%
સુકન્યા સમૃદ્ધિ યોજના 8.2 %

30 વર્ષમાં ફક્ત ₹1 વધ્યો ભાવ છતાં બંપર નફો, દરજીએ ઉભી કરી દીધી ₹17000 કરોડની કંપની
સામાન્ય નથી આ બકરી, આની આગળ Luxury Car પણ લાગશે સસ્તી, જાણો શું છે ખાસિયત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news