ડોક્ટરોએ કર્યો એવો કમાલ કે મૃત મહિલાના હાથ વડે ખાવા લાગ્યો ચિત્રકાર

Train Accident: 45 વર્ષીય વ્યક્તિનું આ પ્રથમ સફળ બ્રાઇલેટ્રલ હેન્ડ ટ્રાંસપ્લાંટ છે, જેને આજે સર ગંગારામ હોસ્પિટલમાં રજા મળી જશે. 2020 માં એક ટ્રેન અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા હતા. 

ડોક્ટરોએ કર્યો એવો કમાલ કે મૃત મહિલાના હાથ વડે ખાવા લાગ્યો ચિત્રકાર

Sir Gangaram Hospital: એક દુખદ દુર્ઘટનામાં બંને હાથ ગુમાવનાર ચિત્રકાર ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે. તેનો પુરો શ્રેય દિલ્હીના ડોક્ટરોના ગ્રુપની સર્જિકલ એક્સીલેંસ અને મહિલાના અંગ દાન કરવાના સંકલ્પને જાય છે, જેણે ચાર જીંદગીઓ બદલી દીધી. 45 વર્ષીય આ વ્યક્તિનું પ્રથમ સફળ બ્રાઇલેટ્રલ હેન્ડ ટ્રાંસપ્લાંટ છે. જેને આજે ગંગારામ હોસ્પિટલમાંથી રજા મળી જશે. 2020 માં એક ટ્રેન અકસ્માતમાં તેના બંને હાથ ગુમાવી દીધા હતા. એક વંચિત પૃષ્ઠભૂમિથી આવવાના કારણે તેની પાસે જીવનમાં કોઇ આશા બચી નથી. 

પરંતુ ચમત્કારો થાય છે અને આવા જ એક ચમત્કારે વ્યક્તિને આશાનું નવું કિરણ આપ્યું છે. જોકે મીના મહેતા, દક્ષિણ દિલ્હીની એક પ્રખ્યાત શાળાના ભૂતપૂર્વ વહીવટી વડા, જેમને બ્રેઈન-ડેડ જાહેર કરવામાં આવ્યા હતા, તેમણે 45 વર્ષીય વ્યક્તિને મદદ કરી હતી. મીના મહેતાએ તેમના અવસાન બાદ અંગોનું દાન કરવાના શપથ લીધા હતા.

જેના કારણે તેની કિડની, લીવર અને કોર્નિયાએ અન્ય ત્રણ લોકોના જીવ બચાવ્યા છે. તેના હાથે ફરીથી ચિત્રકારના સપનાને બળ આપ્યું છે, જે તેના હાથ ગુમાવવાને કારણે અસહાય અનુભવવા લાગ્યો હતો.

જોકે આ ડોક્ટરોની ટીમની મહેનત વિના શક્ય બની શક્યું ન હતું, જેમણે આ સર્જરી સફળતાપૂર્વક પુરી કરી. આ સર્જરીને કરવામાં 12 થી વધુ કલાકનો સમય લાગ્યો, જેમાં આર્ટરી, મસલ્સ, ટેંડન અને નર્વને ડોનર અને પીડિતના હાથમાં જોડવામાં આવ્યા. ડોક્ટરની મહેનત રંગ લાવી અને અંતે ડોક્ટરોની ટીમે પેંટરની સાથે ફોટો પડાવ્યો, જેમાં તેણે પોતાના બંને હાથ ઉપર ઉઠાવેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news