Sony સાથેની ડીલ પર કોઈ જોખમ નથી, વિલય બાદ ટોપ મીડિયા-એન્ટરટેઈનમેન્ટ કંપની બનશે- પુનીત ગોયંકા

Sony સાથેની ડીલ પર કોઈ જોખમ નથી, વિલય બાદ ટોપ મીડિયા-એન્ટરટેઈનમેન્ટ કંપની બનશે- પુનીત ગોયંકા

ZEE Entertainment Enterprises Limited (ZEEL) ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા (SPNI) અને ZEEL વચ્ચેના મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સોની મર્જર બાદ બનનારી કંપનીમાં 11,605.94 કરોડનું રોકાણ કરશે. વિલય બાદ બનનારી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર (MD) અને CEO પદે યથાવત રહેશે. 

મર્જર બાદ ઝી એન્ટરટેઈન્મેન્ટ પાસે 47.07 ટકા ભાગીદારી રહેશે. સોની પિક્ચર્સ પાસે 52.93 ટકા ભાગીદારી રહેશે. મર્જર કંપનીને પણ શેર બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે. મર્જર બાદ બનનારી કંપનીના પ્લાનિંગ પર પુનીત ગોયંકાએ બોર્ડ સભ્યો સાથે કોન્ફરન્સ કોલ કર્યો હતો.

ડીલ પર કોઈ પણ પ્રકારનું જોખમ નથી- પુનીત ગોયંકા
ઝી એન્ટરટેઈનમેન્ટ  કોન્ફરન્સ કોલમાં પુનીત ગોયંકાએ કહ્યું કે સોની સાથે મહિનાઓ વાતચીત બાદ વિલયનો નિર્ણય લેવાયો. જો કે હજુ ડીલ પર કમ્પિટિશન કમીશન પાસેથી મંજૂરી લેવી પડશે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે સોની સાથે ડીલ પર કોઈ પણ પ્રકારનું જોખમ નથી. વિલય  બાદ ટોપ મીડિયા, એન્ટરટેઈન્મેન્ટ કંપની બની રહેશે. 

ઓપન ઓફરની જરૂર નહીં રહે
પુનીત ગોયંકાએ કહ્યું કે ડીલ બાદ ઓપન ઓફરની જરૂર નહીં રહે. ડ્યૂ ડિલિજેન્સ બાદ શેર સ્વેપ રેશ્યો નક્કી થશે. શેર હોલ્ડર માટે સારી  કમાણી ચાલુ રાખીશું. જાહેરાત અને સબ્સ્ક્રિબ્શનમાં સિનર્જી લાવવામાં આવશે. ગોયંકાના જણાવ્યાં મુજબ વિલય પૂરું થવામાં 6-8 મહિનાનો સમય લાગી શકે છે. 

સ્પોર્ટ્સ પર ફોકસ વધારીશું
પુનીત ગોયંકાના જણાવ્યા મુજબ ડીલને ફાઈનલાઈઝ કરવા માટે 3/4 શેર હોલ્ડર્સની મંજૂરી લાગશે. નોન કમ્પીટ એગ્રીમેન્ટ પર મેજોરિટી શેર હોલ્ડર્સની પણ મંજૂરી લાગશે. મર્જર બાદ સ્પોર્ટ્સ પર ફોકસ વધારવામાં આવશે. 

કેમ મોટી છે  ZEEL-સોનીની ડીલ?
- ZEEL ને મળશે ગ્રોથ કેપિટલ
- એક બીજાના કન્ટેન્ટ, ડિજિટલ પ્લેટફોર્મને એક્સેસ
- સોનીને ભારતમાં ઉપસ્થિતિ વધારવાની તક મળશે
- સોનીને 130 કરોડ લોકોની વ્યૂઅરશીપ મળશે

ZEEL નું નેટવર્ક કેટલું મોટું?
- 190 દેશોમાં પહોંચ, 10 ભાષા, 100થી વધુ ચેનલ
- દર્શકોમાં 19 ટકાનું માર્કેટ શેર
- 2.6 લાખ કલાકથી વધુનું ટીવી કન્ટેન્ટ
- 4800 થી વધુ ફિલ્મોના ટાઈટલ
- ડિજિટલ સ્પેસમાં ZEE5 દ્વારા મોટી પકડ
- દેશમાં 25 ટકા ફિલ્મો ઝી નેટવર્ક પર જોવાય છે

સોનીનો કારોબાર
- ભારતમાં 31 ચેનલ, 167 દેશોમાં પહોંચ
- સોની પાસે દેશમાં 70 કરોડ દર્શકો
- દર્શકોમાં 9 ટકાનો માર્કેટ શેર

Disclaimer: ઝી એન્ટરટેઈનમેન્ટ અમારી Sister Concern / Group Company નથી. અમારા નામ એક જેવા દેખાય છે પરંતુ અમારું સ્વામિત્વ અને મેનેજમેન્ટ અલગ ગ્રુપની કંપની Zee Media Corporation ના હાથમાં છે. 

Disclaimer: Zeel is not our sister concern though our name sound similar, our owning company is Zee Media Corporation.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news