Reliance Jio 5G: તમારા શહેરમાં ક્યારે મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ જિયો 5જી સેવા? ખાસ જાણો વિગતો
Reliance AGM 2022: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ એન્યુઅલ જનરલ મીટિંગમાં જિયો 5જી સેવા અંગે જાહેરાત કરી દીધી. આ દરમિયાન તેમણે કયા કયા શહેરોમાં પહેલા 5જી સેવા શરૂ કરાશે તે પણ જણાવ્યું. તેમના જણાવ્યાં મુજબ હાલ માટે 5જી સેવા કેટલાક શહેરોમાં ઉપલબ્ધ થશે. તમામ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
Reliance AGM 2022: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ એન્યુઅલ જનરલ મીટિંગમાં જિયો 5જી સેવા અંગે જાહેરાત કરી દીધી. તેમના જણાવ્યાં મુજબ હાલ માટે 5જી સેવા કેટલાક શહેરોમાં ઉપલબ્ધ થશે. જ્યારે સમગ્ર દેશમાં જિયો 5જી સેવા શરૂ થવામાં થોડીવાર લાગશે. અંબાણીના જણાવ્યાં મુજબ 2023ના ડિસેમ્બર સુધીમાં કંપની દેશભરમાં 5જી સેવા શરૂ કરી દેશે. AGM દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયો 5જી સર્વિસ માટે કંપનીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી લીધુ છે. નોંધનીય છે કે 5જી સ્પેક્ટ્રમ હરાજી દરમિયાન સૌથી વધુ સ્પેક્ટ્રમ રિલાયન્સે જ ખરીદ્યા છે. મુકેશ અંબાણીએ કહ્યું કે Jio એ દુનિયામાં સૌથી ઝડપી 5જી રોલઆઉટ પ્લાન તૈયાર કરી લીધો છે.' અંબાણીના જણાવ્યાં મુજબ 2023ના અંત સુધીમાં ભારતના દરેક શહેર, તાલુકા, તહસીલ સુધી જિયોની 5જી સેવા પહોંચી જશે. તેમણે કહ્યું કે જિયો 5જી સર્વિસ તમામ લોકોને અને તમામ જગ્યાઓને કનેક્ટ કરશે.
Jio 5G પ્લાન
જિયો 5જીના પ્લાન કેટલા સસ્તા કે મોંઘા હશે તે અંગે હજુ જાણકારી આપવામાં આવી નથી. જો કે અંબાણીએ પોતાની સ્પીચમાં અફોર્ડેબલ 5જીનો ઉલ્લેખ ઘણીવાર કર્યો. જેનાથી સ્પષ્ટ છે કે જિયો 4જીની સરખામણીએ Jio 5G ના પ્લાન વધુ મોંઘા નહીં હોય.
Jio 5G સિમ?
હજુ સુધી રિલાયન્સ જિયોએ 5જી સિમ અંગે કોઈ અધિકૃત જાણકારી આપી નથી. પરંતુ દિવાળીને હવે બે મહિના જ બચ્યા છે. આથી એવી આશા છે કે કંપની જલદી 5જી ના પ્લાન્સ અને સિમની જાહેરાત કરશે. અંબાણીએ એમ પણ કહ્યું કે કંપની ભારતને ડેટા પાવર્ડ ઈકોનોમી બનાવવા માંગે છે. જેથી કરીને ચીન અને અમેરિકાથી આગળ નીકળી શકાય. જિયો 5જી માટે કંપની લેટેસ્ટ હાઈ સ્પીડ 5જી સોલ્યૂશન ડિપ્લોય કરશે જેને Standalone 5G કહેવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે અન્ય કંપનીઓ સ્ટેન્ડઅલોન 5જી રોલઆઉટ કરી રહી નથી.
Reliance Jio એ 700MHz, 800MHz, 1800MHz, 3300MHz અને 25GHz સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. હાલમાં જ સરકારની હરાજી થઈ હતી અને જિયો તરફથી સૌથી વધુ સ્પેક્ટ્રમ ખરીદવામાં આવ્યા છે. મુકેશ અંબાણી દ્વારા આજે એજીએમમાં જિયો 5જી સ્માર્ટફોનની પણ જાહેરાત થઈ. જો કે આ ફોન ક્યારે લોન્ચ થશે તે અંગે જાણકારી આપવામાં આવી નથી. પરંતુ આ અંગે કંપનીએ ગૂગલ સાથે મળીને જિયો 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે