આ મોંઘવારી ક્યાં જઇ અટકશે!!! ઘઉં બાદ સર્જાઇ શકે ચોખાનું સંકટ, 10 ટકા વધ્યા ચોખાના ભાવ

ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થયો તો સરકાર ઘઉ અને ખાંડના સમના ચોખાના એકપોર્ટ પર પણ નિયંત્રણ લગાવી શકે છે. તેના ઘણા દેશોમાં ખાદ્યાન સંકટ ઉભું થઇ શકે છે. આખી દુનિયામાં ચોખાના કુલ ટ્રેંડમાં 40 ટકા ભાગીદારી ભારતની છે.

આ મોંઘવારી ક્યાં જઇ અટકશે!!! ઘઉં બાદ સર્જાઇ શકે ચોખાનું સંકટ, 10 ટકા વધ્યા ચોખાના ભાવ

Rice Shortfall Likely: ઘઉં બાદ હવે દુનિયાભરમાં ચોખાનું સંકટ પેદા થઇ શકે છે. જોકે દેશના ઘણા વિસ્તારમાં વરસાદ ન થવાથી અનાજની લણણી પર અસર પડે છે જેના લીધે આ વર્ષે ચોખાના ઉત્પાદનમાં મોટો ઘટાડો આવી શકે છે. ભારત દુનિયામાં ચોખાનો સૌથી મોટો નિર્યાતક દેશ છે. 

ઘઉ બાદ ચોખાનું સંકટ!
આમ તો રશિયા યૂક્રેન યુદ્ધના લીધે આખી દુનિયામાં ઘઉંની અછત જોવા મળી છે જેના લીધે ઘઉના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. ઘઉં મોંઘા થતાં લોટ અને તેનાથી બનનાર વસ્તુઓ મોંઘી થાય છે જેથી મોંઘવારી વધી શકે છે. હવે મોંઘવારીના દૌરમાં ચોખાનું સંકટ ઉભું થઇ શકે છે જેનો સામનો આખી દુનિયાને કરવો પડી શકે છે. પશ્વિમ બંગાળ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની અછતના લીધે પાકની લણણીમાં 13 ટકાનો ઘટાડો આવ્યો છે. 

ચોખાના એક્સપોર્ટ પર નિયંત્રણ!
ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થયો તો સરકાર ઘઉ અને ખાંડના સમના ચોખાના એકપોર્ટ પર પણ નિયંત્રણ લગાવી શકે છે. તેના ઘણા દેશોમાં ખાદ્યાન સંકટ ઉભું થઇ શકે છે. આખી દુનિયામાં ચોખાના કુલ ટ્રેંડમાં 40 ટકા ભાગીદારી ભારતની છે.

ટકા વધ્યા ચોખાના ભાવ
તો બીજી તરફ ચોખાના ઉત્પાદનમાં ઘટાડાની સંભાવનાને લીધે અત્યારથી ભાવમાં અસર જોવા મળી રહી છે. ગત બે અઠવાડિયામાં ચોખાના ભાવમાં પશ્વિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. દુનિયામાં સૌથી વધુ ચોખાની ખપત ભારતમાં થાય છે. ચોખાના ઉત્પાદનમાં ઘટાડાથી જ્યાં મોંઘવારી વધશે તો બીજી તરફ આ ક્ષેત્રની રાજકીય અને આર્થિક સ્થિરતા પર પણ અસર પડી શકે છે. જોકે ચોખાનું ઉત્પાદન એ વાત પર નિર્ભર કરે છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મહિનામાં વરસાદનું વલણ શું રહે છે. ઉત્પાદન ઘટવાને લીધે મોંઘવારીનો માર  સતાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news