Mamata Banerjee Cabinet Expansion: મમતા બેનર્જીની કેબિનેટનો વિસ્તાર, બાબુલ સુપ્રિયો સહિત 9 મંત્રીઓએ લીધા શપથ
West Bengal Cabinet: મમતા બેનર્જીએ પોતાના મંત્રીમંડળમાં નવ નવા મંત્રીઓને સામેલ કર્યા છે. પાર્થ ચેટર્જીને કેબિનેટમાંથી હટાવ્યા બાદ મમતા બેનર્જીએ આ નિર્ણય કર્યો છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભાજપમાંથી ટીએમસીમાં આવેલા બાબુલ સુપ્રિયો સહીત નવ નેતાઓને મંત્રીમંડળમાં જગ્યા આપી છે. સુપ્રિયો સિવાય સ્નેહાસિસ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા, પ્રદીપ મજૂમદાર, તાજમુલ હુસૈન અને સત્યજીત બર્મનને રાજ્યપાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ અપાવ્યા છે. તો આદિવાસી નેતા બીરબાહા હાસંદા અને બિપ્લબ રોય ચૌધરીએ રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા છે.
મંત્રીમંડળમાં આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે સ્કૂલ નોકરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ દ્વારા પાર્થ ચેટર્જીને ધપરકડને લઈને વિપક્ષના નિશાન પર છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીને પદ પરથી હટાવી દીધા હતા. પાર્થ ચેટર્જી ઉદ્યોગ, વાણિજ્ય, સંસદીય કાર્ય સહિત પાંચ મહત્વના વિભાગોના પ્રભારી હતી.
આ પણ વાંચોઃ શું હોય છે ઇષ્ટલિંગ અને શિવયોગ જેના વિશે જાણવા ઈચ્છે છે રાહુલ ગાંધી, કહ્યું- મને ફાયદો થશે
ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ સોમવારે પોતાના પાર્ટીના સંગઠમાં મોટો ફેરફાર કર્યો હતો અને જાહેરાત કરી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ બુધવારે થશે. તેમણે ત્યારે કહ્યું હતું કે મંત્રીમંડળમાં ચાર-પાંચ નવા ચહેરાને સામેલ કરવામાં આવશે અને એટલા વર્તમાન મંત્રી પાર્ટી કાર્યમાં લગાવવામાં આવશે. કેટલાક મંત્રીઓના વિભાગ પણ બદલવામાં આવી શકે છે.
West Bengal cabinet reshuffle | Nine ministers take oath in Kolkata - Babul Supriyo, Snehasis Chakraborty, Partha Bhowmick, Udayan Guha, Pradip Mazumder, Tajmul Hossain, Satyajit Barman. Birbaha Hansda & Biplab Roy Chowdhury are sworn in as Ministers with independent charges. pic.twitter.com/H4e4So7D8B
— ANI (@ANI) August 3, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે