Gold: દુનિયામાં કયા દેશ પાસે છે કેટલું સોનું? જાણો દરેક દેશ કેમ પોતાની પાસે રાખવા માંગે છે વધારે સોનું
સોનું એક એવું ધાતુ છે જેનું વધાને વધારે ભંડાર દુનિયાનો તમામ દેશ ઈચ્છે છે. સૌથી વધારે સોનાનો ઉપયોગ ભારતમાં સૌથી વધારે થાય છે.પરંતુ ભારત પાસે સૌથી વધારે સોનું નથી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં સૌથી વધારે સોનાને પંસદ કરવામાં આવે છે.લગ્ન હોય કે સમારોહ કે પછી તહેવાર સોનું પહેર્યા વગર ચાલે જ નહીં.સોનું ભારતની ઓળખ ગણાય છે.પરંતુ અન્ય દેશોમાં સોનું ભાગ્યે જ પહેરેલું જોવા મળે છે.એટલે તમે વિચારતા હશો કે સૌથી વધુ સોનું ભારતમાં જ હશે.પરંતુ એવું વિચારતા હો તો તમે ખોટા છો.કેમ આ યાદીમાં ભારત કરતા ઘણા દેશ આગળ છે.
Blue Banana: વાદળી રંગના કેળા જોઈને તમને પણ થશે આશ્ચ્રર્ય, આવો હોય છે સ્વાદ
મોટા ભાગના દેશ પોતાના ભંડારમાં સોનું એટલે રાખે છે કે તેમની અર્થ વ્યવસ્થા મજબુત બની શકે.સોનું એટલું કિંમતી ધાતુ છે કે આર્થિક સંકડામણના સમયમાં તેનો ઉપયોગ થઈ શકે.મોટા ભાગના તમામ દેશોમાં રિઝર્વ બેંકો પાસે વધુ હોય છે.પરંતુ ભારતમાં રિઝર્વ બેંક કરતા લોકો પાસે વધારે સોનું છે.ભારતના લોકો સૌથી વધુ સોનું ખરીદતા હોય છે.ત્યારે આવો જાણીએ કે ક્યાં દેશ પાસે સૌથી વધુ સોનું છે.
અમેરિકા
સૌથી વધારે સોનું રાખવાની યાદીમાં સૌથી ઉપર છે અમેરિકા.અમેરિકા એક વિકસીત અને શક્તિશાળી દેશ છે.જ્યાં મોટા ભાગના લોકો પૈસાદાર છે.અમેરિકાના લોકો ભારતની જેમ ઘરેણા નથી પહેરતા.પરંતુ અમેરિકા સરકાર પાસે મોટા પ્રમાણમાં સોનું છે.વર્લ્ડ ગોલ્ડ કાઉંસિલના રિપોર્ટ મુજબ અમેરિકા પાસે 8 હજાર 133 ટન સોનું છે.
જર્મની
સૌથી વધારે સોનું રાખવાની યાદીમાં દુનિયામાં બીજા નંબર પર અને યુરોપના દેશમાં પ્રથમ નંબર પર જર્મની આવે છે.જર્મની એક વિકસીત દેશ છે.જેથી જર્મની પાસે 3 હજાર 381 ટન સોનું છે.
Holi Special: ભારતમાં કેવી છે રંગોત્સવની રંગત? જાણો કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેવી રીતે ઉજવાય છે હોળી
ઈટલી
સૌથી વધારે સોનું હોય તેવા દુનિયાના દેશોમાં ત્રીજા નંબર પર આવે છે ઈટલી.ઈટલી પાસે 2 હજાર 452 ટન સોનું છે.એક રિપોર્ટ મુજબ ઈટલના વિદેશી હુંડિયામમાં 64 ટકા સોનું છે.
ફ્રાંસ
દુનિયામાં સૌથી વધુ સોનું રાખવાની યાદીમાં ચોથા નંબર પર જર્મનીનો પાડોશી દેશ ફ્રાંસ આવે છે.ફ્રાંસ પાસે 2 હજાર 436 ટન સોનું છે.મોટા ભાગના દેશ વિદેશી હૂંડિયામણમાં સોનું વધારે પસંદ કરે છે.
ચીન
સોનું રાખવાની બાબતમાં પાડોશી દેશ ચાલક ચીન ભારત કરતા ગણું આગળ છે.ચીન પાસે 1 હજાર 890 ટન સોનું છે.સૌથી વધુ સોનું રાખવાની યાદીમાં આગળ આવવા માટે ચીને 600 ટન સોનાની ખરીદી કરી હતી.જેથી છઠ્ઠા નંબરથી ચીન પાંચમા નંબર પર આવી ગયું.
રૂસ
રસિયાનું સૌથી મોટો દેશ રૂસ છે.જેની સીમા પૂર્વ એશિયાથી લઈને યૂરોપને મળે છે.રૂસમાં પણ સોનાનું ઉત્પાદન કરવામાં આવે છે.રૂપ પાસે 1 હજાર 842 ટન સોનું છે.જે દુનિયાના ટોપ દેશોની યાદીમાં છઠ્ઠા નંબર પર આવે છે.
સ્વિઝરલેન્ડ
કુદરતી સૌંદર્ય માટે જાણીતા સ્વિઝરલેન્ડ પાસે 1 હજાર 40 ટન સોનું છે.આ દેશ પાસે વિદેશી રોકાણનો 6 ટકા ભાગ સોનું છે.આ એક માત્ર દેશ છે જેણે પોતાનું સોનું અન્ય દેશોની બેંકોમાં રાખ્યું છે.
Bollywood ની સૌથી ગ્લેમરસ MOM, ફિટનેસ જોઈને તમને પણ લાગશે નવાઈ
જાપાન
આધુનિક ટેક્નોલોજી માટે જાપાન જાણિતું છે.અનેક નાના-નાના ટાપઓના મિલનથી બનેલા જાપાન દેશ પાસે 765 ટન સોનું છે.વર્ષ 1950માં જ જાપાન પાસે માત્ર 6 ટન સોનું હતું.પરંતુ દેશના અર્થ તંત્રને મજબુત કરવા માટે જાપાને સતત સોનાની કરીદી ચાલુ રાખી હતી.
નેધરલેન્ડ
યુરોપિયન નેધરલેન્ડ એક સુંદર દેશ છે.નેધરલેન્ડના ગોલ્ડ ભંડારની વાત કરીએ તો નેધરલેન્ડ પાસે 612 ટન સોનું છે.દુનિયા સૌથી વધુ સોનું ધરાવતા દેશોની યાદીમાં નેધરલેન્ડ નવમાં સ્થાને આવે છે
તુર્કી
એવું માનવામાં આવે છે કે ઈ.સ. પૂર્વ 900 વર્ષ પહેલા તુર્કીમાં સૌથી પહેલા સોનાની શોધ થઈ હતી.પરંતુ સૌથી વધારે સોનું રાખવાની યાદીમાં 10માં નંબર પર તુર્કી આવે છે.તુર્કી પાસે હાલ 595 ટન સોનું છે.
ભારત
સૌથી વધારે સોનાના ઘરણા પહેરવામાં ભારત નંબર-1 પર છે.પરંતુ સૌથી વધુ સોનું રાખવાની ચાદીમાં વિશ્વ સ્તર પર ભારત 11માં નંબર પર આવે છે.ભારત પાસે 558 ટન સોનું છે.પરંતુ જે રીતે ભારતમાં સોનાની ખરીદી થાય છે તે જોતા ભારત ખુબ જલ્દી આ યાદીમાં ટોપના સ્થાનોમાં જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે