માત્ર ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જ નહીં ટેન્ક અને હેલિકોપ્ટર પણ બનાવે છે સેમસંગ! જાણો બીજું ઘણું બધું
Trending Photos
નવી દિલ્લી: દિગ્ગજ ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ ઘણી બધી વસ્તુઓ બનાવે છે. આમાં તમારા મોબાઈલ ફોનથી લઈને ટીવીનો સમાવેશ થાય છે. એટલે કે આ કંપની મોબાઈલ ફોન, ટીવી, વોશિંગ મશીન સહિત અનેક ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવે છે. તમે આ ઉત્પાદનો વિશે પણ જાણતા હશો, પરંતુ આવી ઘણી વસ્તુઓ છે જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નથી.
સેમસંગની શરૂઆત 1 માર્ચ 1938ના રોજ કરિયાણાની ટ્રેડિંગ સ્ટોર તરીકે થઈ હતી. આઠ દાયકા પહેલા બનેલી આ કંપનીએ મિલિટરી ટેન્ક અને મશીનગન રોબોટથી લઈ બુર્જ ખલીફા બનાવ્યું છે. આવો જાણીએ કે સેમસંગ કેવા પ્રકારની વસ્તુઓ બનાવે છે. સેમસંગે ટેન્ક પણ બનાવ્યા છે-
આ સદીની શરૂઆતમાં, સેમસંગ ટેકવિન(Samsung Techwin)એ 155 મીમી હોવિત્ઝર ટેન્ક બનાવી, જે K9 થન્ડર તરીકે ઓળખાય છે, આ ટેન્ક દક્ષિણ કોરિયામાં સૈન્ય માટે બનાવવામાં આવી હતી. K9 થન્ડરની ફાયરિંગ રેન્જ 46 માઈલ છે.
સેમસંગે માત્ર મિલિટરી ટેન્ક જ નહીં પરંતુ મશીન ગન રોબોટ્સ પણ ડિઝાઇન કર્યા છે. આ રોબોટ્સ સેમસંગ ટેકવિન અને કોરિયા યુનિવર્સિટીએ સંયુક્ત રીતે તૈયાર કર્યા છે. આ રોબોટનું નામ SGR-1 હતું, જેને યુદ્ધમાં સૈન્યની મદદ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, આ રોબોટ 2 માઈલ દૂર સુધી નિશાન બનાવી શકે છે. સેમસંગે વર્ષ 2014માં ટેકવિનનું વેચાણ કર્યું હતું. આ યાદીમાં હેલિકોપ્ટર પણ સામેલ છે-
સેમસંગે હેલિકોપ્ટર પણ બનાવ્યા છે. જોકે બ્રાન્ડે વર્ષ 1999માં હેલિકોપ્ટર બનાવવાનું બંધ કરી દીધું હતું, તે હજુ પણ સિયોલમાં સેમસંગ મેડિકલ સેન્ટરમાં જોઈ શકાય છે. આ સાથે, બ્રાન્ડે એક હોસ્પિટલ પણ તૈયાર કરી છે, જે સેમસંગ મેડિકલ સેન્ટર તરીકે ઓળખાય છે.
સેમસંગ જહાજો સુધી બનાવે છે-
આ સિવાય સેમસંગ હેવી ઈન્ડસ્ટ્રીઝમાં મોટા કન્ટેનર શિપ, ઓઈલ ટેન્કર અને ડ્રિલ શિપનું ઉત્પાદન કરે છે. જ્યારે સેમસંગ C&Tએ દક્ષિણ કોરિયામાં સૌથી મોટા એમ્યુઝમેન્ટ પાર્કનું નિર્માણ અને સંચાલન કર્યું છે. જૂના અહેવાલો અનુસાર, વાર્ષિક 70 લાખથી વધુ લોકો આ પાર્કની મુલાકાત લે છે. બુર્જ ખલીફા કોણે બનાવ્યું?
તમે બુર્જ ખલીફાનું નામ તો સાંભળ્યું જ હશે. સેમસંગના બાંધકામ વિભાગે વર્ષ 2008માં બુર્જ ખલીફાનું નિર્માણ કર્યું હતું. તેની લંબાઈ 2,722 ફૂટ છે. આ સિવાય સુવોન સેમસંગ બ્લુવિંગ્સ ફૂટબોલ ક્લબ પણ છે, જેની સ્થાપના 1995માં થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે