Saving Account: સેવિંગ એકાઉન્ટના જાણો ફાયદા, બેંક તરફથી કઈ કઈ સુવિધાઓ થાય છે ઉપલબ્ધ

Saving Account: દરેક વ્યક્તિનું આજના સમયમાં બેંક ખાતું હોય તે સામાન્ય બાબત છે. કેટલાક લોકો બચત ખાતું રાખે છે, જ્યારે કેટલાક ચાલુ ખાતું રાખે છે. જાણો શું છે તેના ફાયદા અને તેનાથી સંબંધિત નવા માહિતી...

Saving Account: સેવિંગ એકાઉન્ટના જાણો ફાયદા, બેંક તરફથી કઈ કઈ સુવિધાઓ થાય છે ઉપલબ્ધ

જો તમે બચત ખાતુ ખોલાવ્યું છે. તો તમારે તેના સંબંધિત ચોક્કસ માહિતી જાણવી જોઈએ. અમે તમને બચત ખાતા સાથે જોડાયેલી માહિતી જણાવીશું. બચત ખાતામાં ફક્ત તમારા પૈસા તો સુરક્ષિત રહે જ છે...પરંતુ તમને તેમાં ખૂબ જ ઓછા દરે વ્યાજ પણ મળે છે.

તેનો ફાયદો એ છે કે તમે તમારા બચત ખાતામાં સરળતાથી પૈસા જમા કરાવી શકો છો. તેમજ ડેબિટ પણ કરી શકો છો. બચત ખાતું એ રોકાણ નથી, જેથી તેમાં માત્ર સરપ્લસ ફંડ રાખવું યોગ્ય છે.

બચત ખાતું એકમાત્ર એવું ખાતું છે જે કોઈ પણ સંજોગોમાં તમને સરેરાશ બેલેન્સ પર યોગ્ય વ્યાજ આપે છે. જો તમે આ વ્યાજની રકમ વધારવા માંગો છો, તો તમારે બચત ખાતામાં બેલેન્સ વધારવું પડશે.

ઓટોમેટેડ બિલ પેમેન્ટ્સ, સ્વીપ ઇન ફેસિલિટી, ડિજિટલ પેમેન્ટ્સ, પ્રમોશનલ ઑફર્સ, ઇન્શ્યોરન્સ, ટેક્સ રિટર્ન, ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ્સ, ડીમેટ એકાઉન્ટ્સ અને ક્રેડિટ કાર્ડ સુવિધાઓનો સમાવેશ થાય છે. તમે બચત ખાતા પર આ તમામ લાભ મેળવી શકો છો. તમે તમારી ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે તમારા બચત ખાતામાં પૈસા જમા કરી શકો છો.

બચત ખાતાના ઘણા ફાયદા છે. બચત ખાતું સરપ્લસ ફંડ રાખવા માટે સલામત છે. બચત ખાતામાં રાખવામાં આવેલી રકમ પર તમને વ્યાજ મળે છે. વ્યાજ દર વાર્ષિક 3 ટકાથી 6.50 ટકા સુધીની હોઈ શકે છે. તમે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ સમગ્ર ભારતમાં ગમે ત્યાં કોઈપણ ATM પર કરી શકો છો. આમાં ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સાથે લોકરની સુવિધામાં ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.

કેટલીક બેંકો વ્યક્તિગત અકસ્માત અને મૃત્યુ કવર સહિત વીમા કવર ઓફર કરે છે. જો બચત ખાતામાં સારૂ બેલેન્સ હોય અને નાણાકીય ઈતિહાસ લિગલ હોય તો ક્રેડિટ કાર્ડ સરળતાથી મળી રહે છે. ક્રેડિટ કાર્ડ તમારા ક્રેડિટ ઇતિહાસ અથવા CIBIL સ્કોરને મજબૂત બનાવે છે. તેનાથી તમને લોન મેળવવામાં સરળતા રહેશે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news